Cricket Commentator Fees: ‘કોમેન્ટેટર’ કરોડોમાં કમાય છે? કોમેન્ટેટરએ પોતે જ જવાબ આપ્યો
Cricket Commentator Fees: તમે ક્રિકેટમાં ઘણી કોમેન્ટ્રી સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ક્રિકેટ કોમેન્ટેટર કેટલી કમાણી કરે છે?
Cricket Commentator Fees: ક્રિકેટરો ઉપરાંત અન્ય ઘણા લોકો પણ ક્રિકેટ મેચોમાં સારી કમાણી કરે છે, જેમાં કોમેન્ટેટર્સનો પણ સમાવેશ થાય છે. કોમેન્ટેટર પોતાની કોમેન્ટ્રીથી મેચને વધુ રસપ્રદ બનાવે છે. કોમેન્ટ્રી બોક્સમાં ઘણીવાર ભૂતપૂર્વ ક્રિકેટરો જ જોવા મળે છે. જો કે, કેટલાક કોમેન્ટેટર્સ એવા છે જેઓ ક્રિકેટ ક્ષેત્ર સાથે જોડાયેલા નથી, એટલે કે તેઓ પ્રોફેશનલ ક્રિકેટ રમ્યા નથી. તો ચાલો જાણીએ કે કોમેન્ટેટર મેચમાં કેટલી કમાણી કરે છે.
હાલમાં પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરાએ કોમેન્ટેટરની આવક વિશે વાત કરી. પોતાની શાનદાર કોમેન્ટ્રી માટે જાણીતા આકાશ ચોપડાએ રાજ શમાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કોમેન્ટેટરની આવક જાહેર કરી.
શોમાં આકાશ ચોપરાને પૂછવામાં આવ્યું કે, “કોમેન્ટેટર કેટલા પૈસા કમાઈ શકે છે?” તેના જવાબમાં આકાશ ચોપડાએ કહ્યું કે મોટાભાગે તેને એક મેચની ફી મળે છે, જેમાં તે દરરોજ 6 થી 10 લાખ રૂપિયા કમાઈ શકે છે આ સંદર્ભે, જો કોઈ કોમેન્ટેટર વર્ષમાં 100 દિવસ કોમેન્ટ્રી કરે છે, તો તે વર્ષમાં 10 કરોડ રૂપિયાની કમાણી કરશે.
ચાહકોને હજુ પણ 2024 T20 વર્લ્ડ કપની કોમેન્ટ્રી યાદ છે
ઘણીવાર એવું બને છે કે ઐતિહાસિક મેચની કોમેન્ટ્રી ચાહકોના મનમાં છવાઈ જાય છે. એ જ રીતે, 2024 T20 વર્લ્ડ કપની કોમેન્ટ્રીએ પણ ચાહકોના દિલો-દિમાગમાં ઘર કરી લીધું છે. છેલ્લી ઓવરમાં જ્યારે સૂર્યકુમાર યાદવે ડેવિડ મિલરનો કેચ પકડ્યો ત્યારે જતીન સપ્રુએ લોંગ ઓફ કહીને કરેલી કોમેન્ટ્રી આજે પણ ચાહકોના હૃદયમાં અંકિત છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે ટીવી એટલું લોકપ્રિય નહોતું ત્યારે લોકો માત્ર રેડિયો પર કોમેન્ટ્રી સાંભળીને જ મેચની મજા લેતા હતા. હવે લોકો મેચ જોવાની સાથે કોમેન્ટ્રીનો આનંદ માણવાનું પસંદ કરે છે.