દિલ્લી : દિલ્હી સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની એ અરજી રદ કરી નાંખી છે કે જેમાં તેણે દિલ્હીના એક રેસ્ટ્રો બાર પર તેના નામની ટેગ લાઇનનો ઉપયોગ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો અને સાથે સાથે તેણે તેના નામને હટાવવાની પણ માગ કરી હતી.
જોકે, જસ્ટિસ એસપી ગર્ગે દિલ્હીની ડીએપી કંપનીની વિરુદ્ધમાં ગંભીરે કરેલી અરજી રદ કરી દીધી હતી. આ કંપની પિૃમ દિલ્હીમાં બે પબ ચલાવે છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે તેના માલિકનું નામ પણ ગૌતમ ગંભીર છે. આ રેસ્ટ્રો બારે અદાલતને જણાવ્યું હતું કે તેઓ બાય ગૌતમ ગંભીરની ટેગ લાઇનનો ઉપયોગ એટલા માટે કરે છે કારણકે તેના માલિકનું નામ પણ ગૌતમ ગંભીર છે. તો ગંભીરે એવી દલીલો કરી હતી કે લોકોને એમ લાગે છે કે આ રેસ્ટ્રો અને બાર તેની સાથે જોડાયેલું છે અને તેના કારણે તેની ઇમેજને નુક્સાન પહોંચે છે.