અબુ ધાબી: RCB ના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે IPL 2021 ના બીજા તબક્કાની પ્રથમ મેચ દરમિયાન ખાસ સિદ્ધિ મેળવી હતી. વિરાટ આઈપીએલના ઈતિહાસમાં એક ટીમ માટે 200 મેચ રમનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે.
વિરાટ પહેલા ઘણા ખેલાડીઓ આઈપીએલમાં 200 કે તેથી વધુ મેચ રમી ચૂક્યા છે પરંતુ તેઓએ કોઈ એક ટીમ સાથે આવું કર્યું નથી. આવી સ્થિતિમાં વિરાટની સિદ્ધિ વધુ વિશેષ બની જાય છે.
વિરાટ કોહલી એવા ખેલાડીઓની યાદીમાં પ્રથમ ક્રમે છે જેણે 200* મેચ સાથે IPL માં માત્ર ટીમ માટે સૌથી વધુ મેચ રમી છે. તેના સિવાય કિરોન પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સ માટે 171 મેચ રમી છે.
જ્યારે સુનીલ નારાયણે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 125*, લસિથ મલિંગાએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 122 અને જસપ્રીત બુમરાહે માત્ર મુંબઈ ઈન્ડિયન્સ માટે 100 મેચ રમી છે. આ ખેલાડીઓ આઈપીએલમાં અન્ય કોઈ ટીમ માટે કોઈ મેચ રમ્યા નથી.