નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે. આફ્રિદીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે તેમણે ટ્વિટ કરીને આ અંગે જણવ્યું હતું અને કહ્યું કે, લોકો જલ્દીથી મારી સ્વસ્થતા માટે પ્રાર્થના કરે.
આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) તેમને ટ્વિટર પર જલ્દી સ્વસ્થ થવા અંગે શુભકામના પાઠવી હતી. આફ્રિદીના સાથી ખેલાડીઓ શોએબ અખ્તર, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, કામરાન અકમલ સહિત ઘણા ખેલાડીઓ સતત તેમના માટે પ્રાર્થના કરે છે.
આ દરમિયાન પૂર્વ ક્રિકેટર અને કમેંટેટર આકાશ ચોપડાએ પણ શાહિદ આફ્રિદીને જલ્દી સ્વસ્થ થાય એવી શુભેચ્છા પાઠવી છે. તે જ સમયે, તેમણે આ ટિપ્પણી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, જેમાં લખ્યું છે કે – આફ્રિદીને ‘દુષ્કૃત્યોની સજા’ મળી છે. આકાશ ચોપડાએ યુઝરને ટકોર લગાવીને કહ્યું કે આપણે કેમ ગંભીર નથી, આપણી સંવેદનશીલતા… માનવતા ક્યાં ગઈ છે…?
આકાશ ચોપડાએ યુટ્યુબ સાથે સંકળાયેલ તે સ્ક્રીનશોટને ટ્વિટર પર શેર કર્યો અને લખ્યું, ‘શું આપણે ગંભીર છીએ ??’ સંવેદનશીલતા… માનવતા … જૂની વસ્તુઓ ?? શાહિદ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના …
Get well soon. Praying for your swift recovery! https://t.co/NbxbfUi2DG
— Pakistan Cricket (@TheRealPCB) June 13, 2020