ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા ક્રિકેટનો નવો સિકન્દર બની ગયો છે. સિકંદર રજાએ બાંગ્લાદેશ વિરૂદ્ધ સીરિઝમાં આક્રમક રમત રમી હતી. બાંગ્લાદેશ વિરૂદ્ધ વન ડે સીરિઝમાં સિકંદર રઝાએ સતત 2 મેચમાં પડકારનો પીછો કરતા સદી ફટકારી હતી અને સાથે જ પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી વન ડે મેચમાં સિકંદર રજાએ અણનમ 117 રનની ઇનિંગ રમી હતી અને ટીમને જીત અપાવી હતી. આ પહેલા પ્રથમ વન ડેમાં સિકંદર રજાએ અણનમ 135 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. સતત બે વન ડે મેચમાં પડકારનો પીછો કરતા સદી ફટકારીને સિકંદર રઝાએ બતાવી દીધુ કે આવનારા સમયમાં તે ઝિમ્બાબ્વે અને વિશ્વ ક્રિકેટમાં મોટો કરીશ્મા કરી શકે છે.
વન ડેમાં આ સિકંદર રઝાની પાંચમી સદી છે.આ વર્ષે સિકંદર રઝા કરી શકે છે કમાલસિકંદર રઝાએ સતત 2 મેચમાં સદી ફટકારીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સિકંદર રઝા, બ્રેન્ડન ટેલર પછી સતત 2 મેચમાં વન ડે સદી ફટકારનાર ઝિમ્બાબ્વેનો પ્રથમ ખેલાડી બની ગયો છે. મહત્વપૂર્ણ છે કે સિકંદર રઝાએ 2022માં વન ડેમાં 78.66ની એવરેજ અને 90થી વધુના સ્ટ્રાઇક રેટથી 472 રન બનાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે ઝિમ્બાબ્વેના કોઇ પણ બેટ્સમેને વન ડેમાં 250થી વધુ રન બનાવ્યા નથી. સિકંદર રઝાના શાનદાર ફોર્મને કારણે ઝિમ્બાબ્વેની ટીમ બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી-20 સીરિઝ જીતવામાં પણ સફળ રહી હતી. વર્ષ 2013 બાદ પ્રથમ વખત એવુ થયુ છે જ્યારે બાંગ્લાદેશ વિરૂદ્ધ ઝિમ્બાબ્વે ટી-20 સીરિઝ જીતવામાં સફળ રહ્યુ છે. વન ડે સીરિઝ જીતમાં પણ સિકંદર રઝાની બેટિંગ મહત્વની સાબિત થઇ હતી. વર્ષ 2019 બાદ ઝિમ્બાબ્વેની આ પ્રથમ દ્વિપક્ષીય વન ડે સીરિઝ જીત છે. ફુલ મેમ્બર ટીમ વિરૂદ્ધ વર્ષ 2017 બાદ ઝિમ્બાબ્વેએ વન ડે સીરિઝમાં જીત મેળવી છે.વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ઇયાન બિશપ પણ ચોકી ગયાસિકંદર રઝાની આક્રમક બેટિંગે વિશ્વ ક્રિકેટના કેટલાક દિગ્ગજોને પણ ચોકાવી દીધા છે. વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ દિગ્ગજ ઇયાન બિશપે ટ્વીટ કરીને સિકંદર રઝાની પ્રશંસા કરી છે. બિશપે પોતાના ટ્વીટમાં લખ્યુ, સિકંદર રઝા તાજેતરના અઠવાડિયામાં બેટથી જે કામ કરી રહ્યો છે તે વ્યાપક માન્યતાને પાત્ર છે. એક પછી એક વન ડે સદી.