હૈદરાબાદ : આઇપીઍલની ફાઇનલમાં રવિવારે ઇમરાન તાહિરે સૂર્ય કુમાર યાદવ અને ઇશાન કિશનના રૂપમાં બે વિકેટ ઉપાડી તેની સાથે જ પર્પલ કેપ માટેની રેસ તેણે જીતી લીધી હતી. દિલ્હી કેપિટલ્સના બોલર કગિસો રબાડાના નામે કુલ 25 વિકેટ હતી અને ફાઇનલ પહેલા તાહિરના નામે કુલ 24 વિકેટ હતી તેને પર્પલ કેપ જીતવા માટે 2 વિકેટની જરૂર હતી જે તેણે પુરી કરી લઇને તેણે પર્પલ કેપ પોતાના નામે કરી હતી. ઇમરાન તાહિરને પર્પલ કેપ જીતી જ્યારે રબાડા બીજા ક્રમે રહ્યો. આ યાદીમાં રાજસ્થાન રોયલ્સનો શ્રેયસ ગોપાલ 20 વિકેટ સાથે ત્રીજા તો ચેન્નઇનો દિપક ચાહર 19 વિકેટ સાથે ચોથા ક્રમે રહ્યો હતો..
આ પહેલાથી ઍ નક્કી હતું કે અોરેન્જ કેપ પર ફાઇનલની રેસમાંથી આઉટ થઇ ચુકેલી સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નરનો જ કબજો રહેશે. વોર્નરના નામે 12 મેચમાં 692 રન નોંધાયેલા હતા. ફાઇનલમાં કોઇ ઍવો ખેલાડી નહોતો જે ડેવિડ વોર્નરથી આગળ નીકળવું તો દૂર તેની નજીક પણ ફરકી શકે. ક્વિન્ટોન ડિ કોકની ટીમ મુંબઇ જ ફાઇનલમાં પહોંચી હતી પણ તેના નામે ફાઇનલ પહેલા 500 રન હતા. બીજા નંબરે બેઠેલા કિંગ્સ ઇલેવન પંજાબના કેઍલ રાહુલના નામે પણ 593 રન જ હતા પણ તેની ટીમ તો પ્લેઓફ પહેલા જ સ્પર્ધામાંથી આઉટ થઇ ગઇ હતી.