DC vs MI હાર્દિક પંડ્યાએ વચન નિભાવ્યું: યુવા ક્રિકેટર કાશ્વી ગૌતમને આપ્યું પોતાનું સ્પેશિયલ બેટ
DC vs MI મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાની સરળતા અને ઈમાનદારીનું પૂરતું દાખલું આપ્યું છે. IPL 2025 દરમિયાન દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલાં પંડ્યાએ યુવા મહિલા ક્રિકેટર કાશ્વી ગૌતમ સાથે પોતાના વચનને સાચું સાબિત કર્યું. પંડ્યાએ કાશ્વીને પોતાનું બેટ ભેટમાં આપીને ખેલદિલીનો ઉદાહરણ પૂરું પાડ્યું.
આ પ્રસંગની શરૂઆત મહિલાઓની પ્રીમિયર લીગ (WPL) દરમિયાન થઈ હતી. જ્યારે પંડ્યા મુંબઈ અને ગુજરાત વચ્ચેની મેચ જોવા પહોંચ્યો હતો ત્યારે ગુજરાત જાયન્ટ્સ તરફથી રમતી કાશ્વીએ પંડ્યાને મળીને કહ્યું હતું કે તે તેમની મોટી ચાહક છે અને તેનું સ્વપ્ન છે કે તે પંડ્યાનો બેટ મેળવે. પંડ્યાએ ત્યાં જ હસતાં-હસતાં વચન આપ્યું હતું કે તે તેને પોતાનું બેટ આપશે.
https://twitter.com/CricCrazyJohns/status/1911286856370565428
અત્યારે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હીમાં છે, ત્યારે પંડ્યાએ કાશ્વી સાથે વાયદો પાળો. તેણે કાશ્વીને મળીને તેનું પોતાનું ખાસ બેટ ભેટમાં આપ્યું. પંડ્યાએ ઓટોગ્રાફ કરીને કાશ્વીને કહ્યું કે “જો તને આ બેટ પસંદ ન આવે તો મને પાછું આપી દેજે, હું તને બીજું બેટ આપીશ.” આ વાતે દર્શાવ્યું કે પંડ્યા માત્ર એક આક્રમક બેટ્સમેન નથી, પણ એક સંવેદનશીલ વ્યક્તિ પણ છે જે પોતાના વચનને સન્માન આપે છે.
આ પ્રસંગ ખાસ રહ્યો છે કારણ કે તેણે પોતાનો આદર્શ ગણાવતા ખેલાડી પાસેથી પ્રેરણા મળવી અને તેની સાથે સીધી મુલાકાત થવી તે એક ખાસ યાદગાર ક્ષણ બની ગઈ. પંડ્યાના આ ઉદાર હાવભાવની ઘણી પ્રશંસા થઈ રહી છે અને ક્રિકેટ જગતમાં આ દ્રષ્ટાંત યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્રોત બની રહ્યો છે.
https://twitter.com/Giant_Cricket/status/1900550795453481044
આવી ઘટનાઓ માત્ર રમતજગતના માનવીય પાસાને ઉજાગર કરતી નથી, પણ ખેલાડીઓની વચ્ચેનો આત્મીય સંબંધ પણ દર્શાવે છે. હાર્દિક પંડ્યા અને કાશ્વી ગૌતમ વચ્ચે થયેલો આ સંવાદ ઘણાં યુવા ખેલાડીઓને તેમના સપનાની દિશામાં આગળ વધવા માટે ઉત્તેજન આપી શકે છે.