ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન અંગુઠાના ભાગે થયેલી ઇજાને કારણે 12 દિવસ સુધી ક્રિકેટ રમી શકે તેમ નથી, ત્યારે શુક્રવારે શિખર ઘવને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એકસરસાઇઝ કરતો જોવા મળે છે. ધવને આ વીડિયો શેર કરવાની સાથે પોતાના તમામ ચાહકોનો શુભકામના માટે આભાર માન્યો હતો. જો કે વીડિયોમાં ધવનના અંગુઠામાં પાટો બાધેલો જોવા મળે છે.
You can make these situations your nightmare or use it an opportunity to bounce back. ?
Thank you for all the recovery messages from everyone. ? pic.twitter.com/mo86BMQdDA— Shikhar Dhawan (@SDhawan25) June 14, 2019
ધવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર પર એક્સરસાઇઝ કરતો વીડિયો શેર કરતાં લખ્યું હતું કે આવી પરિસ્થિતિને એક દુઃસ્વપ્ન બનાવી શકો અથવા વાપસી કરવા માટેની એક તક, એ બધુ તમારા પર નિર્ભર છે. ધવને અંગુઠામાં ઇજા છતાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સદી ફટકારીને 117 રનની ઇનિંગ રમી હતી. તેના બે દિવસ પહેલા ધવને રાહત ઇન્દોરીનો એક શેર ટિ્વટ કરીને પોતાના બુલંદ જુસ્સાનો પરચો આપ્યો હતો.