હૈદરાબાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીઍ વધુ ઍક રેકોર્ડ પર પોતાનું નામ લખાવ્યું હતું. ધોની હવે સૌથી વધુ શિકાર ઝડપનારો વિકેટકીપર બની ગયો હતો. ફાઇનલ પહેલા સૌથી વધુ 131 શિકાર કરવાનો રેકોર્ડ દિનેશ કાર્તિકના નામે હતો. જો કે ફાઇનલમાં ધોનીઍ ડિ કોક અને તે પછી રોહિત શર્માના કેચ ઝડપ્યા તેની સાથે જ ધોનીઍ આઇપીએલમાં વિકેટ પાછળ પોતે કરેલા શિકારની સંખ્યા 132 કરી નાંખી હતી.
આઇપીઍલમાં સર્વાધિક શિકાર કરનારા વિકેટકીપરની યાદી
વિકેટકીપર શિકાર
મહેન્દ્ર સિંહ ધોની 132
દિનેશ કાર્તિક 131
રોબિન ઉથપ્પા 90
પાર્થિવ પટેલ 82
નમન અોઝા 75