ક્રિકેટના મેદાન બહાર હોય કે ક્રિકેટના મેદાનમાં હોય ધોનીનો જાદુ બધી જગ્યાએ જોવા મળે છે. આમ ધોનીનો જાદુ ફરી ક્રિકેટન મેદાનમાં જોવા મળ્યો હતો અને વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પુણેમાં બુધવારે રમાયેલી બીજી વન ડે મેચમાં ભારતીય ટીમના પૂર્વ સુકાની અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો છે.
ધોનીએ વિકેટની પાછળ ભારતની જમીન પર પોતાના કરિયરના 200 કેચ પૂરા કર્યા છે. ધોનીએ ન્યૂઝીલેન્ડના બેટસમેન માર્ટિન ગુપ્ટિલનો કેચ ઝીલીને આ સિદ્વિ હાંસલ કરી હતી. પોતાની જમીન પર 200 કેસ પકડનાર ધોની દુનિયાનો ત્રીજો અને ભારતનો પ્રથમ વિકેટકીપર બેટસમેન બન્યો છે.
ધોની પહેલા આ સિદ્વિ શ્રીલંકાના વિકેટ કીપર કુમાર સંગકારા અને ઇંગ્લેન્ડના એલેક સ્ટુઅર્ટે પોતાના નામે હતી. સ્ટુઅર્ટે 131 ઇનિંગ્સમાં 200 કેચ પૂરા કર્યા હતા. જ્યારે કુમાર સંગકારાએ 165 ઇનિંગ્સમાં 200 કેચ પૂરા કર્યા હતા.