ભારતીય ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને તેની પુત્રી જીવા હમેશા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. આ વખતે ઘણા સ્વીટ કારણથી ધોનીની પુત્રી જીવા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ઝીવાએ તાજેરતમાં ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યુ છે ત્યારે બે વર્ષની જીવાએ ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે ધમાલ મચાવી દીધી છે.
ધોની અને સાક્ષીએ જીવાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે, અને બંને તેને ફોલો પણ કરી રહ્યાં છે. જીવાના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો મૂકવામાં આવ્યો છે. જેમાં જીવા એક ગીત ગાતી નજરે આવી રહી છે. જીવા જે ગીત ગાઇ રહી છે તે વાસ્તવમાં એક કૃષ્ણ ભજન છે, જે મલયાલી ભાષામાં છે. મલયાલી ભાષામાં સોશિલયલ મીડિયા પર વાયરલ થયેલું આ ગીત લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે.