ઝાલોરઃ અત્યારે અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ચાલી રહી છે. થોડ દિવસ પહેલા શિખર ધવન અને શ્રેષય કાર દ્વારા ઉદેપુરથી અમદાવાદ આવ્યા હતા. તો હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની અમદાવાદથી કાર દ્વારા રાજસ્થાનના ઝાલોર પહોંચ્યા હતા. જાખલા ગામે પહોંચીને તેમણએ બ કરોડ રૂપિયાના ખર્ચથીતૈયાર થયેલી સ્કૂલનું ઉદઘાટન કર્યુંહતું.
આ કાર્યક્રમમાં રાજસ્થાન સરકારના મંત્રી સુખરામ બિશ્નોઇ અને ઝાલોરના સાંસદ દેવજી પટેલ પણ મોજૂદ હતા. ધોની પોતાના કેટલાક સાથીઓ સાથે આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
કાર્યક્રમના દરમ્યાન ધોનીએ કેટલાક સમય સુધી શાળાના ક્લાસરુમમાં વિધ્યાર્થીઓથી વાત કરી હતી. તેમણે કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, તેમને રાજસ્થાન આવીને ખૂબ સારુ લાગ્યુ. આગામી સમયમાં કોશિષ કરીશ કે હું અહી વધારે લાંબો સમય સુધી રોકાઇ શકુ.
અમદાવાદ થી કાર દ્રારા પ્રવાસ કરવા દરમ્યાન રસ્તામાં એક સ્થળ પર ધોની એક ફાર્મ હાઉસ પર રોકાયો હતો. જ્યાં તેણે ખાટલા પર થોડોક સમય આરામ કર્યો હતો. સાથે જ તેણે સ્થાનિક અંદાજમાં વાડકીમાં ચા પણ પીધી હતી.
આ કાર્યક્રમના દરમ્યાન ધોનીને જોવા વાળા પ્રશંસકોની ભીડ ઉમટી પડી હતી. ભીડ બેકાબુ બનવાને લઇન સ્થાનિક પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. કાર્યક્રમમાં 500 લોકોના મુજબ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે ધોની ના આવવાની વાત ફેલાઇ જતા 3000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. જેને લઇને કાર્યક્રમની વ્યવસ્થા બગડી ગઇ હતી.