ટેરિટોરિયલ આર્મીમાં લેફટનન્ટ કર્નલની માનદ પદવી ધરાવનાર મહેન્દ્ર સિંહ ધોની ત્રાસવાદગ્રસ્ત દક્ષિણ કાશ્મીરમાં બુધવારે સવારે પહોંચીને સૈન્ય સાથે જાડાઇ ગયો છે. હવે તે અન્ય સૈન્ય જવાનોની જેમ પેટ્રોલિંગ, પોસ્ટ ડ્યુટી, ગાર્ડ ડ્યુટી સહિતની ઍ તમામ જવાબદારી સંભાળશે જે ઍક સૈન્ય જવાન સંભાળે છે. ધોની 15મી ઓગસ્ટ સુધી સૈન્યની વિકટર ફોર્સનો હિસ્સો બનીને કાશ્મીરના ખીણ વિસ્તારમાં પોતાની સેવા આપશે.
ઍક સૈન્ય અધિકારીઍ કહ્યું હતું કે લેફટનન્ટ કર્નલ ધોની આજે અહીં આવી પહોંચ્યા હતા અને પોતાની ટુકડી સાથે જાડાઇ ગયા છે. સૈન્ય અધિકારીઍ કહ્યું હતું કે ધોની હવે લગભગ ઍક પખવાડિયા સુધી કાશ્મીરમાં વિકટર ફોર્સ સાથે રહેશે. આ યુનિટ ત્રાસવાદગ્રસ્ત દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં તૈનાત છે. ધોનીને 2011માં લેફટનન્ટ કર્નલની માનદ પદવી મળી હતી, તેણે પાંચ પેરાશુટ જમ્પની ટ્રેનિંગ પુરી કર્યા પછી હવે કે કવોલિફાઇડ પેરાટ્રૂપર પણ છે.
ધોનીને પોતાની આ ડ્યુટી દરમિયાન કોઇ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નહીં મળે અને તે જવાનોની સાથે બેરેકમાં જ રહેશે. તેઓ જે જમે છે તે જ ભોજન લેશે. ધોનીઍ પોતાની આ તૈનાતી દરમિયાન દિવસ અને રાતની શિફટમાં ડ્યુટી કરવાની આવશે. ધોની અહીં 15 દિવસ વિતાવ્યા પછી ટ્રેનિંગ માટે બેંગ્લોર જશે ઍવું સૈન્ય અધિકારીઓ દ્વારા જણાવાયું છે. સૈન્ય દ્વારા ઍક નિવેદનમાં જણાવાયું હતું કે ધોની જેવી હસ્તીને કારણે સુરક્ષાદળોને યુવાઓને સૈન્યમાં સામેલ કરવાની પ્રેરણા આપવામાં મદદ મળે છે