નવી દિલ્હીઃ ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ અનેક રેકોર્ડમાં નોંધાયેલું છે. પરંતુ કેપ્ટન 2013માં તેમણે એવો વર્લ્ડ રેકોર્ટ બનાવ્યો હતો જેને તોડવો ખુબ જ મુશ્કેલ છે. ધોનીએ ભારતને 2013માં આજેના દિવસે ટેમ્પિયન ટ્રોફી જીતાડી હતી. તે દુનિયાનો પહેલો એવો કેપ્ટન બની ગયો હતો. જેણે કેપ્ટનના રૂપમાં આઈસીસીના બધાજ એવોર્ડ પોતાના નામે કરી લીધા હતા.
ચેમ્પિયન ટ્રોફી પહેલા ધોની ભારત ભારતને પોતાની કેપ્ટનશીપમાં 2007 ટી20 વર્લ્ડ કપ અને 2011 વનડે વર્લ્ડ કપ જીતાડી ચૂકી હતી. ધોની માટે આ ઈતિહાસ રચવો આસાન નથી. મેજબાન ઇંગ્લેન્ડ સામે રમવામાં આવેલી ફાઈનલ મેચમાં પહેલા વરસાદે ખલેલ પહોંચાડી અને પછી વરસાદના કારણે મેચ 20-20 ઓવરની થઈ ગઈ અને પરિસ્થિતિ મેજબાનોને અનૂકુળ થઈ ગઈ.
ભારતે પહેલી બેટિંગ કરતા 7 વિકેટના નુકસાન ઉપર 129 રન બનાવ્યા હતા. આ દમરિયાન ધનવે 31, કોહલીએ 43 અને જાડેજાએ 33 રન બનાવ્યા હતા. 20 ઓવરમાં 130 રનનું લક્ષ્ય ખુબ જ આસાન હતું. પરતુ જ્યારે ધોની પોતાનું દિમાનગ ચલાવતા હતા તો વિપક્ષી ટીમને પણ કોઈપણ મુકાબલામાં હરાવવાની ક્ષમતા રાખતા હતા.
130 રનના લક્ષ્યને બચાવવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની સારી શરુઆત થઈ અને 46 રનની અંદર એલિસ્ટર કુક, જો રુટ, બેલ અને ટ્રોટ જેવા ખેલાડીઓને આઉટ કર્યા હતા. પરંતુ ત્યારબાદ ઈયોન મોર્ગનને રિવ બોપારાની સાથે રન બનાવવાની શરુઆત કરી.
આ બંને ખેલાડીઓએ ઇંગ્લેન્ડને 17 ઓવર સુધી 102 રન સુધી પહોંચાડી દીધા હતા. મેજબના ટીમને હવી જીત માટે 3 ઓવરમાં 28 રનની જરૂરત હતી. જોકે, ધોની કરામત બાદ છેલ્લી ઓવર અશ્વિને નાંખી અને ભારતે પાચ રનથી જીત મેળવી હતી. આ સાથે ધોનીએ ઈતિહાસ રચી દીધો હતો.