નવી દિલ્હીઃ અત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાઈ રહી છે અને આગામી દિવસોમાં આઈપીએલ શરૂ થવા જઈ રહી છે. લોકો પોતાના મનગમતા ખેલાડીઓની આતૂરતાથી આઈપીએલમાં રાહ જોઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર એક એવી તસવીર વાયરલ થઈ રહી છે. જેનાથી ક્રિકેટ ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ તસવીર બીજા કોઈની નહીં પરંતુ દમદાર બેસ્ટમેન અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની છે. આઈપીએલના સત્તાવાર બ્રોડકાસ્ટાર સ્ટાર સ્પોર્ટ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ધોનીની એક તસવીર શેર કરી છે. આમાં તે ત્યાં બૌધ્ધ સાધુની જેમ માથાના વાળ કપાયેલા હોય એવી સ્થિતિમાં બેઠેલા જોવા મળે છે. ધોનીની આ તસવીર શરૂઆતથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.
આ તસવીર જોયા બાદ ચાહકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. ધોનીની આ તસવીર ક્યાં સ્થળની છે તે સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ તસવીર આઈપીએલ 2021 સંબંધિત જાહેરાતના શૂટિંગનો ભાગ હોઈ શકે છે. ફોટોની નીચે માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ કેમ્પ પણ લખેલું છે. બે દિવસ પહેલા 39 વર્ષીય ધોની ચેન્નાઈ સુપર કિંગ્સના ટ્રેનિંગ સેશન દરમિયાન તેના ફૂલ હેર સાથેના લૂકમાં જ જોવા મળ્યો હતો. પણ અચાનક તેનો અવતાર બહાર આવ્યો. જોકે, ધોનીના આ લુકને લઈને ચાહકો એકદમ ખુશ છે.
દરમિયાન ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આ વર્ષની આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી છે. આ વર્ષે ટીમને ચેમ્પિયન બનાવવા માટે ખુદ ધોની જાળી પર ઘણી પ્રેક્ટિસ કરી રહ્યો છે. બે દિવસ પહેલા સીએસકેના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં ધોની લાંબી સિક્સર ફટકારતો જોવા મળ્યો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2020માં પોતાનું જોર બતાવી શકી નથી. ટીમ આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત પ્લે ઑફમાં પણ નહોતી પહોંચી. ખુદ સુકાની ધોની પણ અસફળ રહ્યો હતો. ગત સીઝનમાં ધોનીએ 14 મેચોમાં 25 ની સરેરાશ અને 116.27 ના સ્ટ્રાઇક રેટથી 200 રન બનાવ્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2020માં પોતાનું જોર બતાવી શકી નથી. ટીમ આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત પ્લે ઑફમાં પણ નહોતી પહોંચી. ખુદ સુકાની ધોની પણ અસફળ રહ્યો હતો. ગત સીઝનમાં ધોનીએ 14 મેચોમાં 25 ની સરેરાશ અને 116.27 ના સ્ટ્રાઇક રેટથી 200 રન બનાવ્યા હતા.