નવી દિલ્હી : ચૈન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ના કોચ સ્ટીફન ફ્લેમિંગે પુષ્ટિ આપી છે કે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનમાં વધુ મેચ રમી શકશે નહીં. વેસ્ટ ઇન્ડીઝના આ દિગ્ગજ ખેલાડીની ગેરહાજરી હોવા છતાં, ત્રણ વખતની ચેમ્પિયન સીએસકે ટીમે 19 સપ્ટેમ્બર, શનિવારે અબુધાબીમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 5 વિકેટથી જીત સાથે પોતાનું અભિયાન શરૂ કર્યું હતું.
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં ફ્લેમિંગે કહ્યું હતું કે, ડ્વેન વધુ કેટલીક મેચ માટે આઉટ થઈ જશે. બ્રાવોને તાજેતરમાં સમાપ્ત થયેલ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) દરમિયાન ઈજા થઈ હતી અને ઘૂંટણની ઈજાના કારણે ફાઇનલ ચૂકી ગયો હતો.
બ્રાવોની જગ્યાએ રમી રહેલા ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ ક્યુરેનએ છ બોલમાં 18 રન બનાવીને સીએસકેને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી, જ્યારે અંબાતી રાયડુ અને ફાફ ડુપ્લેસિસે અડધી સદી ફટકારી. કુરેન બોલિંગમાં પણ પ્રભાવિત કરતા ચાર ઓવરમાં 28 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ફ્લેમિંગે કહ્યું, “કુરેનનું પ્રદર્શન તેજસ્વી હતું.”