કલકત્તા : કલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સનો ઉપયોગ કોવિડ -19 સામેની લડતમાં પણ કરવામાં આવશે. કલકત્તા પોલીસ જવાનો માટે તેને ક્વોરેન્ટીન સેન્ટર બનાવવામાં આવશે. કલકત્તા પોલીસે બેંગાલ ક્રિકેટ એસોસિએશન (સીએબી) ની ક્વોરેન્ટીન સુવિધા આપવા માટે મદદ માંગી છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા કલકત્તા પોલીસે ઇડન ગાર્ડન્સના પાંચ બ્લોકનો ઉપયોગ હંગામી ધોરણે ક્વોરેન્ટીન સેન્ટર બનાવવા માટે પરવાનગી માંગી છે.
કલકત્તા પોલીસે બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અભિષેક દાલમિયાને પત્ર લખીને તાત્કાલિક અસરથી કલકત્તા પોલીસ જવાનો માટે ઈડન ગાર્ડન્સના પાંચ બ્લોક ફાળવવા વિનંતી કરી છે.
West Bengal: Kolkata Police wrote to Abhishek Dalmiya, President of Cricket Association of Bengal requesting him to allot five blocks of Eden Gardens for setting up makeshift quarantine centre for Kolkata Police Personnel with immediate effect. pic.twitter.com/1uX7mjOLZ2
— ANI (@ANI) July 11, 2020
વિશેષ કમિશનર જાવેદ શમીમ અને કેબના અધિકારીઓ વચ્ચે કટોકટીની બેઠક પણ મળી હતી. આ પછી ઇડન ગાર્ડન્સનું સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીએબી પ્રમુખ અવિશેક દાલમિયા અને સેક્રેટરી સ્નેહાશીશ ગાંગુલી સામેલ થયા હતા.
ઇડનના ઇ, એફ, જી અને એચ બ્લોક્સ હેઠળની જગ્યા ક્વોરેન્ટીન સુવિધાઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. જો વધુ જગ્યાની આવશ્યકતા હોય, તો બ્લોક J નો પણ ઉપયોગ કરી શકાય છે. અભિષેક દાલમિયાએ જણાવ્યું હતું કે, કટોકટીની આ ઘડીમાં વહીવટીતંત્રને મદદ અને સહકાર કરવો એ અમારી ફરજ છે.