ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે લીડ્સમાં રમાયેલી પાંચમી વનડેમાં પાકિસ્તાનને 54 રને હરાવીનેં પાંચ મેચની સિરીઝ 4-0થી જીતી લીધી છે, આ સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ હતી. પાકિસ્તાન વિરુદ્ધ આ સિરીઝમાં ઇંગ્લેન્ડના ખેલાડી જોરદાર બેટિંગ કરીને ઘણાં રન બનાવ્યા અને તેના કારણે ઇંગ્લીશ ટીમે એક સિરીઝમાં સર્વાધિક રન કરવાનો ભારતીય ટીમનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર અંદાજમાં રમીને ઇંગ્લેન્ડે 4 મેચમાં કુલ મળીને 1424 રન બનાવ્યા હતા અને આમ કરીને એક સિરીઝમાં સર્વાઘિક રન કરવાનો રેકોર્જડ પોતાના નામે કરી લીધો હતો. આ પહેલા આ રેકોર્ડ ટીમ ઇન્ડિયાના નામે હતો. ટીમ ઇન્ડિયાએ 2009માં શ્રીલંકા વિરુદ્ધની વનડે સિરીઝમાં કુલ 1275 રન બનાવીને આ રેકોર્ડ કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામેની વનડે સિરીઝમાં માત્ર ચાર મેચમાં જ ભારતીય ટીમના રેકોર્ડ કરતાં 149 વધુ રન કરીને મોટા માર્જીનથી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ચાર વનડેની ચારેય ઇનિંગમાં 340 કે તેથી વધુનો સ્કોર કરનારી ઇંગ્લેન્ડ વિશ્વની પહેલી ટીમ
આ સાથે જ ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામેની ચાર વનડેની ચારેય ઇનિંગમાં 340 કે તેનાથી વધુનો સ્કોરનો આંકડો પાર કર્યો હતો અને આવું કરનારી તે વિશ્વની પહેલી એકમાત્ર ટીમ બની હતી. આ પહેલા એકપણ ટીમ આવું પરાક્રમ કરી શકી નથી. ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામેની ચાર વનડેની ચાર ઇનિંગમાં 373/3, 359/4, 341/7 અને 351/9નો સ્કોર બનાવ્યો હતો.
એક સિરીઝમાં સર્વાધિક રન કરનારી ટીમોની યાદી
ટીમ વિરોધી ટીમ કુલ રન વર્ષ
ઇંગ્લેન્ડ પાકિસ્તાન 1424 2019
ભારત શ્રીલંકા 1275 2009
ન્યુઝીલેન્ડ આયરલેન્ડ/બાંગ્લાદેશ 1161 2017
ઇંગ્લેન્ડ વેસ્ટઇન્ડિઝ 1158 2019
વેસ્ટઇન્ડિઝ ઇંગ્લેન્ડ 1153 2019