અહીંના ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર ઇંગ્લીશ કેપ્ટન ઇયોન મોર્ગનની વિક્રમી ઇનિંગની સાથે જ જોની બેયરસ્ટો અને જા રૂટની અર્ધસદી ઉપરાંત મોઇન અલીના 9 બોલમાં 31 રનને કારણે ઇંગ્લેન્ડે અફઘાનિસ્તાન સામે 398 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે અફઘાનિસ્તાન શાહિદી, અફઘાન, રહમત શાહ અને કેપ્ટન ગુલબદિનની ઇનિંગના કારણે 8 વિકેટે માત્ર 247 રન સુધી જ પહોંચતાં ઇંગ્લેન્ડનો 150 રને વિજય થયો હતો.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય કર્યા પછી 44 રનના સ્કોર પર જેમ્સ વિન્સની વિકેટ ગુમાવી હતી. તે પછી બેટરસ્ટો અને જા રૂટે 120 રનની ભાગીદારી કરીને સ્કોરને 150 પાર પહોંચાડ્યો તે પછી બેયરસ્ટો અંગત 90 રન કરીને આઉટ થયો હતો. તે પછી રૂટ સાથે બેટિંગમાં મોર્ગન જોડાયો હતો અને અહીંથી તેમની ઇનિંગનો ટેમ્પો બદલાઇ ગયો હતો. મોર્ગને જોરદાર ફટકાબાજી કરીને 57 બોલમાં સદી ફટકારી હતી અને તે પછી જ્યારે તે આઉટ થયો ત્યારે તેના નામે 71 બોલમાં 148 રન નોંધાયેલા હતા, અને તેમાં 17 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થતો હતો.
રૂટ અને મોર્ગન બંનેઍ 189 રનની ભાગીદારી કરી હતી. આ બંને ગુલબદિન નૈબની ઍક જ ઓવરમાં આઉટ થયા હતા. જા કે અંતિમ ઓવરોમાં મોઇન અલીઍ 9 બોલમાં 31 રન કરીને સ્કોરને 397 રન સુધી પહોંચાડ્યો હતો. મોર્ગનની સહિતના ઇંગ્લીશ બેટ્સમેનોઍ 9 ઓવરમાં 110 રન ઝુડતા રાશિદ ખાને વર્લ્ડ કપની ઍક મેચમાં સર્વાધિક રન આપવાનો રેકોર્ડ કર્યો હતો.