નવી દિલ્હી: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસે આવશે. બંને ટીમો વચ્ચે ચાર ટેસ્ટ મેચ, ત્રણ વનડે અને પાંચ ટી -20 મેચ રમાશે. ચાર ટેસ્ટ મેચની શ્રેણી 5 ફેબ્રુઆરીથી શરૂ થશે. ખાસ વાત એ છે કે 24 ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ડે-નાઈટ ટેસ્ટ યોજાશે. કોરોના રોગચાળાને કારણે માર્ચ 2020 માં ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ નથી. આ વખતે આઈપીએલ પણ યુએઈમાં યોજાઈ હતી.
બીસીસીઆઈના જણાવ્યા અનુસાર ચાર ટેસ્ટ મેચની શ્રેણી ચેન્નાઇ અને અમદાવાદમાં રમાશે. પાંચ મેચની ટી -20 સિરીઝ અમદાવાદના સ્ટેડિયમ ખાતે રમાશે. આ સાથે જ વનડે સિરીઝની ત્રણેય મેચ પૂણેમાં રમાશે. 2021 માં ભારતીય ટીમ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડ પણ જશે. થોડા અઠવાડિયા પહેલા આઇસીસીએ ટેસ્ટ ચેમ્પિયનશીપના નિયમોમાં ફેરફાર કર્યા હતા, જેના કારણે ભારતીય ટીમને આંચકો લાગ્યો હતો અને ટીમ ટેબલમાં બીજા ક્રમે આવી ગઈ હતી.
https://twitter.com/BCCI/status/1336979069439680513
ઇંગ્લેંડ-ભારત મેચનું શેડ્યૂલ
ટેસ્ટ સિરીઝ
પ્રથમ ટેસ્ટ 5-9 ફેબ્રુઆરી 2021 (ચેન્નાઈ)
બીજી ટેસ્ટ 13-17 ફેબ્રુઆરી 2021 (ચેન્નાઈ)
ત્રીજી ટેસ્ટ (ડે-નાઈટ) 24-28 ફેબ્રુઆરી 2021 (ચેન્નઈ)
ચોથી ટેસ્ટ 4-8 માર્ચ 2021 (અમદાવાદ)
ટી 20 સિરીઝ
પ્રથમ ટી -20 – 12 માર્ચ 2021 (અમદાવાદ)
બીજી ટી -20 – 14 માર્ચ 2021 (અમદાવાદ)
ત્રીજી ટી -20 – 16 માર્ચ 2021 (અમદાવાદ)
ચોથી ટી -20 – 18 માર્ચ 2021 (અમદાવાદ)
પાંચમી ટી -20 – 20 માર્ચ 2021 (અમદાવાદ)
વનડે સિરીઝ
પ્રથમ વનડે – 23 માર્ચ 2021 (પૂણે)
બીજી વનડે – 26 માર્ચ 2021 (પૂણે)
ત્રીજી વનડે – 28 માર્ચ 2021 (પૂણે)