પોતાની શ્રેષ્ઠ રિધમમાં ચાલી રહેલી ઇંગ્લેન્ડની ટીમ મંગળવારે અફઘાનિસ્તાન સામે જ્યારે મેદાને ઉતરશે ત્યારે તેમનો ઇરાદો વિજય મેળવીને સેમી ફાઇનલ માટેની પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવાનો રહેશે. આ ઉપરાંત ખેલાડીઓની ઇજાને કારણે થોડી અસ્થિર થયેલી ઇંગ્લેન્ડની ટીમ માટે જાકે અફઘાનિસ્તાન સામેની મેચમાં પોતાનું ટીમ સંયોજન દુરસ્ત કરી લેવાની પણ તક રહેલી છે.
ટીમનો કેપ્ટન ઇયોન મોર્ગન પીઠના સ્નાયુ ખેંચાઇ જવાની ઇજામાંથી બહાર આવી ગયો છે. જ્યારે જેસન રોય હેમસ્ટ્રીંગ ઇન્જરીને કારણે બહાર થયો છે. ત્યારે આ બંને ખેલાડી મંગળવારની મેચમાં રમી શકે તેમ નથી. મોર્ગનની ગેરહાજરીમાં ટીમનું સુકાન હવે જાસ બટલર સંભાળવાનો હતો પણ હવે તે ફીટ થઇ જતાં ઇંગ્લેન્ડને રાહત થઇ છે. . આમ તો જો કે ઇંગ્લન્ડની ટીમની બેન્ચ સ્ટ્રેન્થ જારદાર છે, તેમની પાસે ટોમ કુરેન, મોઇન અલી જેવા ખેલાડી છે જે બહાર બેઠા છે. જેસન રોયના સ્થાને મોઇન અલીનો સમાવેશ કરાયો છે.
પાકિસ્તાન સામેના પરાજય પછી ઇંગ્લેન્ડે રમતના તમામ પાસામાં સુધારો કરી લીધો છે અને હવે તેઓ જીતની લય જાળવી રાખવાના ઇરાદા સાથે જ મેદાને ઉતરશે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં પોતાનો પહેલો વિજય મેળવવા માટે મેદાનમાં ઉતરશે.
વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને ફટકો : ઇન ફોર્મ જેસન રોય બે મેચ માટે આઉટ
શુક્રવારે વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં ૮ વિકેટે વિજય મેળવ્યો ઍ દરમિયાન ઇંગ્લેન્ડનો ઓપનર જેસન રોય ઘાયલ થયો હતો. રોય હેમસ્ટ્રીંગ ઇન્જરીનો શિકાર બન્યો હતો અને હવે ઍવા અહેવાલ આવ્યા છે કે તે અફગાનિસ્તાન અને શ્રીલંકા સામે રમાનારી મેચમાં ભાગ લઇ શકશે નહીં. આ ઉપરાંત લોડ્સ ખાતે આવતા અઠવાડિયે રમાનારી ઓસ્ટ્રેલિયા સામેની મહત્વની મેચ પહેલા પણ તેને ચેક કરવામાં આવશે.