ઍશિઝ સિરીઝની આજથી અહીં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના ઝડપી બોલર ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ટ બ્રોડે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ઘુંટણીયે પાડી દઇને 105 રનના સ્કોર સુધીમાં 5 બેટ્સમેનને તંબુભેગા કરી દઇને ઓસ્ટ્રેલિયાને નબળા સ્કોર પર તંબુભેગા કરી દેવાની સંભાવના ઊભી કરી હતી, જો કે ચોથા ક્રમે બેટિંગમાં ઉતરેલા સ્ટીવ સ્મિથે ઍકલા હાથે લડત ચલાવીને ઍક છેડો સાચવી રાખી પીટર સીડલ સાથે 9મી વિકેટની 88 રનની અને તે પછી નાથન લિયોન સાથે 10મી વિકેટની 74 રનની ભાગીદારી કરીને ટીમના સ્કોરને 284 સુધી લઇ આવ્યો હતો. સ્મિથ છેલ્લી વિકેટના રૂપમાં 144 રન કરીને આઉટ થયો હતો.
ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય ઓસ્ટ્રેલિયા માટે ઘાતક પુરવાર થયો હતો અને તેમણે માત્ર 35 રનના સ્કોર સુધીમાં ટોપ ઓર્ડરના 3 બેટ્સમેનની વિકેટ ગુમાવી દીધી હતી, તે પછી સ્મિથ અને ટ્રેવિસ હેડ વચ્ચે 64 રનની ભાગીદારી થઇ હતી. 99 રનના સ્કોર પર ટ્રેવિસ હેડ આઉટ થયો અને તે પછી 23 રનના ઉમેરામાં ઓસ્ટ્રેલિયાઍ વધુ 4 વિકેટ ગુમાવતાં સ્કોર 122/8 થયો હતો અને અહીંથી સ્મિથ અને સીડલ વચ્ચે 88 રનની મજબૂત ભાગીદારી થઇ હતી. સિડલ 44 રન કરીને આઉટ થયો હતો. તે પછી 12 રન કરનારા લિયોન સાથે તેણે 74 રનની ભાગીદારી કરી હતી. ઇંગ્લેન્ડ વતી બ્રોડે 5 જ્યારે વોક્સે 3 અને સ્ટોક્સ તેમજ મોઇન અલીઍ 1-1 વિકેટ ઉપાડી હતી.