નવી દિલ્હી : ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ટેસ્ટમાં 5,00,000 રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની છે. ઇંગ્લેન્ડે જોહાનિસબર્ગના વાન્ડેરર્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે ચોથી અને અંતિમ ટેસ્ટમાં આ સિધ્ધિ હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડે તેમની 1022 મી ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ કર્યો છે.
આ સાથે જ 830 ટેસ્ટ મેચોમાં 432,706 રન સાથે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે અને 540 ટેસ્ટમાં ભારત 273,518 સાથે ત્રીજા ક્રમે છે. વેસ્ટ ઇન્ડીઝ 545 ટેસ્ટમાં 270,441 રન સાથે ચોથા નંબર પર છે.
ભારતે વિદેશી ધરતી પર અત્યાર સુધીમાં 268 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે 51 માં જીત મેળવી છે, 113 હારી છે અને 104 ડ્રો રહી છે.