આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે મંગળવારે અહીંના મેદાન પર ઇયોન મોર્ગન રૂપે જાણે કે તોફાન આવ્યું હતું અને તેણે અફઘાનિસ્તાનના બોલરોની પોતાની બેટ વડે ખબર લઇ નાંખીને 57 બોલમાં સદી ફટકારીને હાલના વર્લ્ડકપની સૌથી ઝડપી સદી પુરી કરી હતી. તેણે સદી પુરી કરી ત્યારે તેના અંગત સ્કોરમાં 11 છગ્ગા અને 3 ચોગ્ગા નોંધાયેલા હતા.
મોર્ગનની આ તોફાની ઇનિંગમાં જો કોઇ સૌથી વધુ અડફેટે ચઢ્યું હોય તો તે રાશિદ ખાન રહ્યો હતો. અફઘાનિસ્તાનના આ સ્ટાર સ્પિનરને મોર્ગને બરોબરનો ધોયો હતો. રાશિદ ખાને પોતાની 9 ઓવરમાં 110 રન આપી દીધા હતા. તેની ઓવરમાં કુલ મળીને 11 છગ્ગા અને 3 ચોગ્ગા પડ્યા હતા અને તેને ઍકપણ વિકેટ મળી નહોતી. તેના સિવાય દવાલત જાદરાનને 10 ઓવરમાં 85 રન પડ્યા હતા, જો કે તેણે 3 વિકેટ પણ લીધી હતી.
મોર્ગન 71 બોલમાં 148 રન કરીને આઉટ થયો હતો. જેમાં તેણે કુલ 17 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. મતલબ કે તેણે 102 રન તો માત્ર છગ્ગાની મદદથી ફટકાર્યા હતા. વળી તેણે પોતે આઉટ થયો તે બોલ સહિતના છેલ્લા 14 બોલમાં 47 રન કર્યા હતા.
વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓ
ખેલાડી દેશ વિરોધી ટીમ મેદાન બોલ વર્ષ
કેવિન ઓ બ્રાયન આયરલેન્ડ ઇંગ્લેન્ડ બેંગલુરૂ 50 2011
ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયા શ્રીલંકા સિડની 51 2015
ઍબી ડિવિલિયર્સ દક્ષિણ આફ્રિકા વેસ્ટઇન્ડિઝ સિડની 52 2015
ઇયોન મોર્ગન ઇંગ્લેન્ડ અફઘાનિસ્તાન માન્ચેસ્ટર 57 2019
મેથ્યુ હેડન ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સેન્ટ કિટ્સ 66 2007
જોન ડેવિસન કેનેડા વેસ્ટઇન્ડિઝ સેન્યુરિયન 67 2003