ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને મંગળવારે અહીં રમાયેલી અફગાનિસ્તાન સામેની મેચમાં તોફાન મચાવીને પોતાની 148 રનની ઇનિંગ દરમિયાન 17 છગ્ગા ફટકારીને વર્લ્ડ કપની ઍક મેચમાં સર્વાધિક છગ્ગા ફટકારવાનો ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. ગેલે 2015ના વર્લ્ડકપમાં કેનબરા ખાતે ઝિમ્બાબ્વે સામેની મેચમાં 16 છગ્ગા ફટકારીને આ રેકોર્ડ કર્યો હતો. તેના સિવાય વનડેમાં રોહિત શર્મા, ઍબી ડિવિલિયર્સ પણ 16-16 છગ્ગા ફટકારી ચુક્યા છે.
વર્લ્ડ કપની ઍક ઇનિંગમાં સર્વાધિક છગ્ગા મારનારા ખેલાડીઓ
ખેલાડી દેશ વિરોધી ટીમ મેદાન છગ્ગા વર્ષ
ઇયોન મોર્ગન ઇંગ્લેન્ડ અફઘાનિસ્તાન માન્ચેસ્ટર 17 2019
ક્રિસ ગેલ વેસ્ટઇન્ડિઝ ઝિમ્બાબ્વે કેનબરા 16 2015
માર્ટિન ગપ્તિલ ન્યુઝીલેન્ડ વેસ્ટઇન્ડિઝ વેલિંગ્ટન 11 2015
મોર્ગને મંગળવારે 1 મેચમાં 17 છગ્ગા ફટકારવાની સાથે વર્લ્ડ કપની ઍક મેચમાં કેપ્ટન તરીકે સર્વાધિક છગ્ગાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. ઇંગ્લેન્ડનો પણ તે પહેલો ખેલાડી અને કેપ્ટન બન્યો હતો જેણે ઍક મેચમાં 17 છગ્ગા ફટકાર્યા હોય. સાથે જ ઇંગ્લેન્ડ વતી વર્લ્ડ કપની ઍક મેચમાં સર્વાઘિક છગ્ગાનો રેકોર્ડ પણ તેણે બનાવ્યો હતો.
વનડેની ઍક ઇનિંગમાં સર્વાધિક છગ્ગા મારનારા ખેલાડીઓ
ખેલાડી દેશ વિરોધી ટીમ મેદાન છગ્ગા વર્ષ
ઇયોન મોર્ગન ઇંગ્લેન્ડ અફઘાનિસ્તાન માન્ચેસ્ટર 17 2019
રોહિત શર્મા ભારત ઓસ્ટ્રેલિયા બેંગુલુરૂ 16 2013
ઍબી ડિવિલિયર્સ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા જોહનીસબર્ગ 16 2015
ક્રિસ ગેલ વેસ્ટઇન્ડિઝ ઝિમ્બાબ્વે કેનબરા 16 2015
શેન વોટ્સન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ઢાકા 15 2011
વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વતી ઍક ઇનિંગમાં સર્વાધિક છગ્ગા મારનારા ખેલાડી
ખેલાડી વિરોધી ટીમ મેદાન છગ્ગા વર્ષ
ઇયોન મોર્ગન અફઘાનિસ્તાન માન્ચેસ્ટર 17 2019
જાસ બટલર વેસ્ટઇન્ડિઝ ગ્રેનેડા 12 2019
જાસ બટલર પાકિસ્તાન સાઉધેમ્પ્ટન 09 2019
વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વતી સર્વાધિક રનની ઇનિંગ
ખેલાડી વિરોધી ટીમ મેદાન રન વર્ષ
ઍન્ડ્રુ સ્ટ્રોસ ભારત બેંગલુરૂ 158 2011
જેસન રોય બાંગ્લાદેશ કાર્ડિફ 154 2019
ઇયોન મોર્ગન અફઘાનિસ્તાન માન્ચેસ્ટર 148 2019
ડેનિસ ઍમિસ ભારત લોર્ડ્સ 137 1975
કે ફલેચર ન્યુઝીલેન્ડ નોટિંઘમ 131 1975
ડેવિડ ગોવર શ્રીલંકા ટુનટુન 130 1983