વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં રોહિત શર્મા અંગત ૧૮ રને થર્ડ અમ્પાયર દ્વારા અપાયેલા ઍક વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર બનીને આઉટ થયો હતો. કેમાર રોચનો બોલ રોહિતના બેટ અને પેડ વચ્ચેથી પેડને અડીને વિકેટકીપર શાઇ હોપના ગ્લવ્ઝમાં સમાયો હતો. રિપ્લેમાં બેટ અને બોલ વચ્ચે જગ્યા દેખાતી હતી પણ સ્નીકો મીટરમાં પેડને વાગવાની હરકત જણાતા અમ્પાયરે રોહિતને આઉટ જાહેર કર્યો હતો.
#RohitSharma when a drunken empire gives decisions this will happen…… pic.twitter.com/rizdjdHBmt
— chandra sekhar (@chandra85001999) June 27, 2019
રસપ્રદ વાત તો ઍ હતી કે થર્ડ અમ્પાયરે જ્યારે ઓન ફિલ્ડ અમ્પાયરને આઉટ આપવાનો નિર્ણય જણાવ્યો ત્યારે મેદાન પરના અમ્પાયરને પણ પહેલા નવાઇ લાગી હતી અને તેને સમજાયું નહોતું કે ખરેખર થર્ડ અમ્પાયરે રોહિતને આઉટ આપવા કહ્યું છે. મેદાન પરની સ્ક્રિન પર આ રિપ્લે જાઇને તે પછી થર્ડ અમ્પાયરે આઉટનો નિર્ણય આપતા રોહિત શર્માને પણ નવાઇ લાગી હતી જ્યારે સ્ટેડિયમમાં હાજર તેની પત્ની રિતીકાને પણ વિશ્વાસ થયો નહોતો. તે પછી સોશિયલ મીડિયા પર ચાહકોઍ સંખ્યાબંધ મીમ્સ બનાવીને થર્ડ અમ્પાયર વિરુદ્ધનો ગુસ્સો કાઢ્યો હતો.