દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ ગુરૂવારે દિવંગત રાજનેતા અને સ્પોર્ટસ એડમિનિસ્ટ્રેટર અરુણ જેટલીની યાદમાં ફિરોજ શા કોટલાનું નામ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું. આ નામકરણ માટે યોજાયેલા કાર્યક્રમમાં ગૃમંત્રી અમિત શાહે માજી નાણા મંત્રી સ્વ જેટલીના પરિવારની હાજરીમાં અરૂણ જેટલી સ્ટેડિયમનું નામકરણ ડિજીટલી કર્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતીય ટીમ અને બીસીસીઆઇ તેમજ ડીડીસીએના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
Feroz Shah Kotla stadium in Delhi renamed as Arun Jaitley stadium and dedicated one pavilion to Virat Kohli. Joined Home Minister @AmitShah ji, @RajatSharmaLive ji, @imVkohli and team at this event in the honour of late Arun Jaitley ji. pic.twitter.com/RMaHalpRX6
— Kiren Rijiju (@KirenRijiju) September 12, 2019
આ ઉપરાંત ડીડીસીએ દ્વારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે આ સ્ટેડિયમમમાં એક સ્ટેન્ડનું પણ અનાવરણ કર્યુ હતું. કેપ્ટન કોહલીએ જાતે જ પોતાના નામના સ્ટેન્ડનું અનાવરણ કર્યું હતું. આ તબક્કે અંડર 10ના ખેલાડીથી લઇને ભારતીય કેપ્ટન બનવા સુધીના કોહલીના પ્રવાસને એક વીડિયો અને એનિમેશન ફિલ્મ દ્વારા દર્શાવાયો હતો.
@delhi_cricket president @RajatSharmaLive on #DDCAAnnualAwards2019: Arun Jaitleyji always told me to learn from Amit Shahji and Virat Kohli on how to turn defeat into a victory. pic.twitter.com/VfR09BqynI
— DDCA (@delhi_cricket) September 12, 2019