સર્વકાલિન મહાન બેટ્સમેનમાં જેની ગણતરી થાય છે તે દિગ્ગજ સચિન તેંદુલકરે બનાવેલી પોતાની વર્લ્ડકપ ઇલેવનમાં વિરાટ કોહલી સહિત પાંચ ભારતીય ખેલાડીનો સમાવેશ કર્યો છે, જા કે આ ટીમમાં વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ કરવાના સ્થાને તેણે ઇંગ્લેન્ડના ઓપનર અને વિકેટકીપર જાની બેયરસ્ટોને ટીમમાં સામેલ કર્યો છે. સચિને પસંદ કરેલી આ ટીમનું સુકાન વિરાટ કોહલીને સ્થાને કેન વિલિયમ્સનને સોંપવામાં આવ્યું છે.
સચિનની આ વર્લ્ડકપ ટીમમાં વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને પણ તેમાં સ્થાન મળ્યું છે. વર્લ્ડકપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ માટે સ્ટાર પુરવાર થયેલા બેન સ્ટોક્સને અન્ય ઍક ઓલરાઉન્ડર તરીકે સામેલ કરાયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્ક અને જોફ્રા આર્ચરને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.
સચિને પસંદ કરેલી વર્લ્ડકપ ઇલેવન : રોહિત શર્મા, જાની બેયરસ્ટો (વિકેટકીપર), કેન વિલિયમ્સન (કેપ્ટન), વિરાટ કોહલી, શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મિચેલ સ્ટાર્ક, જસપ્રીત બુમરાહ, જોફ્રા આર્ચર