દુબઇ: ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જાળવી રાખવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની પહેલ પર યોજાઈ રહેલી ચાર દિવસીય ટેસ્ટ મેચ યોજાનારા છે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં આ 26મી ડિસેમ્બરથી પ્રથમ ચાર દિવસીય ટેસ્ટ મેચનું આયોજન થશે. જેમાં પ્રતિ દિવસ 90 ને બદલે 98 ઓવરની રમત નખાશે.
હાલ પાંચ દિવસની ટેસ્ટ મેચ રમાય છે. જેમાં પ્રિત દિવસ 90 ઓવર નાખવામાં આવે છે. પરંતુ ચાર દિવસીય ટેસ્ટમાં પ્રતિ દિવસ અડધો કલાક વધારે મેચ રમાશે જેને કારણે પ્રિત દિવસ 98 ઓવરની રમત શક્ય બનશે. આ ઉપરાંત અન્ય નિયમોમાં પણ કેટલાક બદલાવ કરાયા છે જે મુજબ પ્રથમ ઇનિંગના આધારે 150 રનની લીડ હશે તો વિરોધી ટીમને ફોલોઓન કરી શકાશે.
ટેસ્ટ મેચ ક્રિકેટની સૌથી જૂની ફોર્મેટ છે અને ટી-20 ફોર્મેનટની લોકપ્રિયતાની સાથે ટેસ્ટમાં રસ ઓછો થઈ રહ્યો છે જેને કારણે આઈસીસીએ ડે-નાઇટ ટેસ્ટ સહિત વિવિધ બદલાવ કર્યા છે જેથી પ્રશંસકોને ટેસ્ટ ક્રિકેટ પ્રતિ આકર્ષી શકાય. વૈશ્વિક સ્તરે પણ પાંચ દિવસીય ટેસ્ટને બદલે ચાર દિવસીય ટેસ્ટ મેચ માટે સહમતી દર્શાવી છે પરંતુ બીસીસીઆઈ હજુ પાંચ દિવસીય ટેસ્ટ મેચના પક્ષમાં જ છે.