હૈદરાબાદ : મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે અહીં રમાયેલી આઇપીએલની ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સને 1 રને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019નું ટાઇટલ જીતી લીધી હતું, આ સાથે જ આઇપીએલમાં ચાર ટાઇટલ જીતનારી મુંબઇ એકમાત્ર ટીમ બની હતી. આઇપીએલની 12મી સિઝન પુરી થતાંની સાથે જ એવોર્ડ આપવામાં આવ્યા હતા. ઇમરાન તાહિરને પર્પલ કેપ જ્યારે ડેવિડ વોર્નરને ઓરેન્જ કેપ મળી હતી. આ સિવાય પણ કેટલાક એવોર્ડ આપવામાં આવ્યા હતા. દરેક વિજેતાને 10 લાખ રૂપિયાનુ ઇનામ અપાયું હતું.
આઇપીએલમાં એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી
ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ : જસપ્રીત બુમરાહ (14 રનમાં બે વિકેટ)
સૌથી વેલ્યુએબલ પ્લેયર : આન્દ્રે રસેલ (કુલ 510 રન, 11 વિકેટ)
ફેરપ્લે એવોર્ડ : સનરાઇઝર્સ હૈદરાબાદ
પર્પલ કેપ : ઇમરાન તાહિર ( કુલ 26 વિકેટ)
ઓરેન્જ કેપ : ડેવિડ વોર્નર (કુલ 692 રન)
સિઝનની સૌથી ઝડપી અર્ધસદી : હાર્દિક પંડ્યા
પરફેક્ટ કેચ ઓફ ધ સિઝન : કિરોન પોલાર્ડ
ગેમ ચેન્જર ઓફ ધ સિઝન : રાહુલ ચાહર
સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન : આન્દ્રે રસેલ (સ્ટ્રાઇક રેટ 204.81)
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન : શુભમન ગીલ
સ્ટાઇલીશ પ્લેયર ઓફ ધ સિઝન : કેએલ રાહુલ