વર્લ્ડ કપ આડે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટીમ ઇન્ડિયાના માજી ઓપનર ગૌતમ ગંભીરે ઍક ચોંકાવનારી ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે વર્લ્ડકપની ફાઇનલમાં ઍક ટીમ અોસ્ટ્રેલિયા હશે ઍ નક્કી છે, બીજી ટીમ તરીકે ફાઇનલમાં ઇંગ્લેન્ડ અથવા ટીમ ઇન્ડિયામાંથી કોઇ ઍક હોઇ શકે છે, પણ અોસ્ટ્રેલિયા ફાઇનલ રમશે ઍ નક્કી છે. તેણે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પણ અોસ્ટ્રેલિયાને ફેવરિટ ગણાવ્યું હતું.
ગંભીરને જ્યારે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર અંગે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા મારી મનગમતી ટીમ છે, તે ચોક્કસ ફાઇનલ રમશે અને ફાઇનલમાં તેની સ્પર્ધક તરીકે હું બે ટીમને પસંદ કરુ છું ઍક છે ઇંગ્લેન્ડ અને બીજી ટીમ ઇન્ડિયા. ગંભીરે કહ્યું હતું કે હું બીજી ટીમ તરીકે પહેલા ઇંગ્લેન્ડનું નામ ઍટલા માટે નથી લેતો કે ઇંગ્લેન્ડ તેના ઘરઆંગણે રમે છે પણ હાલમાં ઍ ટીમમાં ઘણો સુધારો આવ્યો છે, તેની પાસે લગભગ દરેક સ્થિતિ માટે શ્રેષ્ઠ ખેલાડી છે. જાફ્રા આર્ચર સાથેની ઇંગ્લેન્ડની ટીમને હરાવવી તો મુશ્કેલ બનશે જ, આ ઉપરાંત તેની પાસે બેન સ્ટોક્સ અને મોઇન અલીના રૂપમાં શ્રેષ્ઠતમ ઓલરાઉન્ડર છે.