નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરએ કહ્યું છે કે, લોકો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં ખેલાડીઓ પર વધુ જાતિવાદી ટિપ્પણીઓ થાય છે અને આ અસ્વીકાર્ય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓ પર વંશીય ટિપ્પણી બાદ ગંભીરનું આ નિવેદન આવ્યું છે. મેચ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ પર વંશીય ટિપ્પણીઓ થઈ હતી.
ગંભીરએ એક શોમાં કહ્યું, “આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને તે એવી વસ્તુ છે જે કોઈ પણ રમતમાં સંપૂર્ણપણે સ્વીકાર્ય નથી. માત્ર ક્રિકેટ જ નહીં, પણ કોઈ પણ રમતમાં અને હું માનું છું કે તેની સામે કડક કાયદો ઘડવાની જરૂર છે.” “જ્યારે તે કોઈ ખેલાડી સાથે થાય છે, ત્યારે ફક્ત તે જ અનુભવે છે.”
તેમણે કહ્યું, “દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા સ્થળોએ બોક્સિંગ ડે ટેસ્ટ જેવી મહત્વપૂર્ણ મેચ રમતી વખતે તમને આવી ટિપ્પણીનો સામનો કરવો પડે છે”. તેમણે કહ્યું, “ખાસ કરીને તમારી ચામડી પર ટિપ્પણી કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં જો આવું થાય છે, તેને રોકવાની જરૂર છે. ”
ગંભીરએ મેચ ડ્રો કરાવવાના ભારતીય ટીમના જ્જબાને જોઈને સલામ કરતા કહ્યું કે, આ અવિશ્વસનીય હતું. આ ટીમના જજબાને દર્શાવે છે. ઋષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. તે સમયે તેવી જ બેટિંગની જરૂર હતી. આવી મેચ ડ્રો થાય તે ઓસ્ટ્રેલિયામાં એક જીતની સમાન છે.