શ્રીલંકા સામે રમાનારા ત્રણ ટી-20 મેચોની સીરીઝ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં મો.હફિઝની વાપસી થઈ છે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 26 ઓક્ટોબરે ટી-20 સીરીઝ રમાશે. વર્તમાનમાં બંને ટીમે વન ડે સીરીઝ રમી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા સામેની વન ડે સીરીઝમાં પાકિસ્તાન ટીમનું પ્રતિનિધિત્વ કરી રહેલો હાફિઝ હાલમાં વિશ્વ એકાદશ સામે રમાયેલી ટી-20 સિરીઝ માટે પાકિસ્તાનની ટીમમાં શામિલ નહતો કરાયો.
વિશ્વ એકાદશ સામે ટી-20 સીરીઝ રમનારી પાકિસ્તાનની ટી-20 ટીમમાં ત્રણ ખિલાડીઓ ઉમર અમીન, ફહીમ અશરફ અને આમેર યામીનને આ સીરીઝ માટે રાખવામાં આવ્યા છે. જ્યારે સોહેલ ખાન શ્રીલંકા સામે સીરીઝ માટે ટીમની સાથે મેદાન પર નહીં ઉતરી શકે. પાકિસ્તાન અને શ્રીલંકા માટે ટી-20 સીરીઝથી પહેલી બે મેચ અબુધાબીમાં રમાશે. જ્યારે ત્રીજી ટી-20 મેચ લાહોરમાં રમાશે.
પાકિસ્તાનની ટી20 ટીમ
સરફરાઝ અહમદ (કેપ્ટન,વિકેટકિપર), ફખર જમાન, અહમદ શાહજાદ, બાબર આઝમ, શોએબ મલિક, મો.હાફિઝ, ઈમાદ વસીમ, શાદાબ ખાન, મો.નવાઝ, ફહીમ અશરફ, હસન અલી, આમેર વસીમ, મો.આમિર, રૂમાન રઈસ, ઉસ્માન ખાન, ઉમર અમીન.