વિશાખાપટ્ટનમ : અહીંના રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાયેલી ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં ઓફ સ્પિનર હરભજન સિંહે બે વિકેટ ઉપાડીને આઇપીએલમાં પોતાની 150 વિકેટ પુરી કરી હતી. હરભજન સિંહ 150 વિકેટ પુરી કરનારો ત્રીજો ભારતીય અને ઓવરઓલ ચોથો બોલર બન્યો હતો. તેના પહેલા દિલ્હી કેપિટલ્સનો અમિત મિશ્ના અને કોલકાતા નાઇટ રાઇડર્સનો પિયુષ ચાવલા 150 વિકેટ પુરી કરી ચુક્યા છે, જો કે આ યાદીમાં સૌથી પહેલા ક્રમે મુંબઇ ઇન્ડિયન્સનો લસિથ મલિંગા છે.
આ મેચમા હરભજને જો કે દિલ્હી સામે સૌથી સફળ બોલર બનવાની સિદ્ધિ પણ મેળવી હતી. હરભજને દિલ્હી સામે અત્યાર સુધીમા કુલ 23 વિકેટ ઉપાડી છે. દિલ્હી સામે સર્વાધિક વિકેટ ઉપાડવા મામલે હરભજન પછી 22 વિકેટ સાથે લસિથ મલિંગા અને 21 વિકેટ સાથે પિયુષ ચાવલાના નામ છે.
આઇપીએલમાં સર્વાધિક વિકેટ ઉપાડનારા બોલર
બોલર મેચ કુલ વિકેટ
લસિથ મલિંગા 121 169
અમિત મિશ્રા 147 157
હરભજન સિંહ 159 150
પિયુષ ચાવલા 157 150
ડ્વેન બ્રાવો 133 147