નવી દિલ્હી : શ્રીલંકા સામે રમાઈ રહેલી ત્રણ મેચની ટી -20 સિરીઝ માટે ભારતીય ટીમની ઘોષણા બાદ હરભજનસિંહે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ની પસંદગી સમિતિ પર સવાલ ઉઠાવ્યા છે. હરભજને મુંબઇના સૂર્યકુમાર યાદવની પસંદગી ન કરવા બદલ પસંદગીકારો પર સવાલ ઉઠાવ્યા છે.
મુંબઇ તરફથી ઘરેલું ક્રિકેટ રમનારા સૂર્યકુમારને ન્યૂઝીલેન્ડની સામે બે ટૂર મેચ અને ત્રણ વનડે સિરીઝ માટે ઇન્ડિયા – એ ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ હરભજન રાષ્ટ્રીય ટીમમાં તેમનું નામ ન જોતાં ઉશ્કેરાઇ ગયો હતો.
હરભજને ટ્વીટ કર્યું, ‘મને આશ્ચર્ય છે કે સૂર્યકુમારે શું ખોટું કર્યું છે? ભારતીય ટીમ ભારત-એ, ભારત-બીમાં પસંદ કરાયેલા બાકીના ખેલાડીઓની જેમ તેણે પણ રન બનાવ્યા છે, તો તેમની સાથે કેમ અલગ વર્તન કરવામાં આવે છે?’