નવી દિલ્હી : લગભગ પાંચ મહિનાથી ક્રિકેટથી દૂર રહેનારા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની ટીમને મીસ તો કરે જ છે અને ટીમને ખાસ કરીને ન્યુઝીલેન્ડમાં પણ તેની કમી જણાઈ હતી. ગયા દિવસોમાં પીઠની સર્જરી બાદ તંદુરસ્તી માટે લડતા હાર્દિકે હાલમાં જ ક્રિકેટ મેદાનમાં વાપસી કરી છે અને તેનું વજન પણ વધ્યું છે, જેના પર તેણે એક પોસ્ટ પણ શેર કરી છે.
હાર્દિકે મંગળવારે પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં બતાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ મહિનામાં તેનું વજન વધી ગયું છે. તે તાજેતરમાં જ 16 મા ડીવાય પાટિલ ટી20 કપમાં રિલાયન્સ વન તરફથી રમ્યો હતો.
હાર્દિકે પોતાનાં વજન વધવા વિશે ઈન્સ્ટાગ્રામ પર પોતાની બે તસવીરો પોસ્ટ કરતાં લખ્યું છે કે, “ત્રણ મહિનામાં 68 કિલોથી 75 કિલો, નોન સ્ટોપ પ્રયત્નો, કોઈ શોર્ટકટ્સ નહીં”