Anant Radhika Wedding: હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાસા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચાર ઘણા મહિનાઓથી ચાલી રહ્યા છે. અત્યાર સુધી બંનેએ આ વિષય પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, બંને કદાચ ફરીથી સાથે નહીં આવે. આ દરમિયાન હાર્દિક અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પહોંચી ગયો છે. નોંધનીય બાબત એ છે કે હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર તેની સાથે જોવા મળી નથી. પરંતુ આ લગ્ન સમારોહમાં કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા તેની સાથે ચોક્કસ જોવા મળી હતી.
અનંત અને રાધિકાના લગ્ન સમારોહમાં હાર્દિક, કૃણાલ, તેની પત્ની પંખુરી અને ઈશાન કિશન એકસાથે પહોંચ્યા હતા.
આ દરમિયાન પંડ્યા અલગ અલગ સ્ટાઈલમાં ફોટો પડાવતો જોવા મળ્યો હતો. હાર્દિક સાથે નતાશા ન દેખાતા ફરી એકવાર સાબિત થઈ રહ્યું છે કે તેમના સંબંધો હાલ સારા નથી. તમને જણાવી દઈએ કે નતાશાએ હાલમાં જ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે લોકો ખૂબ જ ઝડપથી બીજાને જજ કરવા લાગે છે અને આખી વાર્તા જાણ્યા વગર અલગ-અલગ વસ્તુઓ બનાવવા લાગે છે. નતાશાના આ નિવેદનને હાર્દિક સાથે જોડીને જોવામાં આવ્યું હતું.
બંનેએ તેમના સંબંધોને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી,
પરંતુ નતાશા લાંબા સમયથી સોશિયલ મીડિયા પર રહસ્યમય પોસ્ટ કરી રહી છે. બંનેએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા અને આ સંબંધથી તેમને એક પુત્ર પણ છે જેનું નામ અગસ્ત્ય છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું કે નતાશાએ થોડા સમય પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી હાર્દિક સાથેની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. ત્યારથી, તેમના છૂટાછેડાના સમાચારોએ વેગ પકડ્યો છે અને તે દરમિયાન, ભારત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા પછી પણ, નતાશા સ્ટેનકોવિકે કોઈ અભિનંદન સંદેશ પોસ્ટ કર્યો નથી.