Hardik Pandya: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલ શ્રીલંકા પ્રવાસ પર છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી તે પોતાના અંગત જીવનમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં તેણે જણાવ્યું હતું કે તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે તેના સંબંધો સમાપ્ત થઈ ગયા છે અને તે અલગ થઈ રહ્યો છે. હવે 30મી જુલાઈએ તેમના પુત્ર અગસ્ત્યનો જન્મદિવસ છે, જેના માટે તેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર પોસ્ટ શેર કરી છે.
પુત્રના જન્મદિવસ પર એક ખાસ પોસ્ટ કરી
30મી જુલાઈ એટલે કે આજે હાર્દિક પંડ્યાના પુત્ર અગસ્ત્યનો જન્મદિવસ છે. તે 4 વર્ષનો થઈ ગયો છે. પુત્રના જન્મદિવસે હાર્દિક ખૂબ જ ભાવુક થઈ ગયો છે. સોશ્યિલ મીડિયા પર પુત્ર સાથેનો ક્યૂટ વીડિયો શેર કરતા તેણે લખ્યું- તમે મને દરેક દિવસ આગળ વધવાની હિંમત આપો છો, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, દરેક સારા-ખરાબ કામમાં મારો સાથ. મારા હૃદય, મારા અગસ્ત્ય, હું તને કેટલો પ્રેમ કરું છું તે શબ્દોમાં વ્યક્ત કરવું ખૂબ મુશ્કેલ છે.
18 જુલાઈના રોજ હાર્દિક પંડ્યાએ તેના ચાહકોને જણાવ્યું કે તે નતાશા સ્ટેનકોવિકથી અલગ થઈ રહ્યો છે. જો કે, તેણે એ પણ જણાવ્યું કે છૂટાછેડા પછી પણ નતાશા અને હાર્દિક બંને એકસાથે તેમના પુત્રની સંભાળ રાખવાના છે. જ્યારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અગસ્ત્ય નતાશા સાથે એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે નતાશા તેના પુત્ર સાથે સર્બિયા ગઈ છે.
હાર્દિકના જીવનમાં ઉથલપાથલ
હાર્દિક પંડ્યાના જીવનમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. પહેલા તેને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ પછી તેની કેપ્ટનશીપમાં ફ્રેન્ચાઈઝીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. જો કે, ત્યારબાદ ભારતે T20 વર્લ્ડ કપ 2024 જીત્યો, જેમાં હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું. રોહિત શર્માના નિવૃત્તિ બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે શ્રીલંકા પ્રવાસ દરમિયાન હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવશે.
પરંતુ કેપ્ટનની વાત તો છોડો, તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો ન હતો. અહીં પણ તેના અંગત જીવનમાં વસ્તુઓ સારી રીતે ચાલી રહી નથી. ઘણા સમયથી એવી વાતો ચાલી રહી હતી કે નતાશા અને હાર્દિકના છૂટાછેડા થવાના છે અને પછી 18 જુલાઇના રોજ ખેલાડીએ પોતે કહ્યું હતું કે, તમને જણાવી દઇએ કે, હાર્દિક હાલમાં શ્રીલંકા સામેની T-20 સિરીઝનો ભાગ છે પ્રવાસ