નવી દિલ્હી : કેપ્ટ્ન હરમનપ્રીત કૌરના અણનમ 42 રન અને બોલરોના શાનદાર પ્રદર્શન પર ભારતે મહિલા ટી -20 ત્રિકોણીય સિરીઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે અને દિપ્તી શર્માએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે રાધા યાદવને એક વિકેટ મળી હતી.
ઇંગ્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 147 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટોપ ઓર્ડર સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં પરિવર્તિત કરી શક્યો નહીં. 15 વર્ષીય શેફાલી વર્માએ 30, જેમીમા રોડ્રિગ્સે 26 અને સ્મૃતિ મંધાને 15 રન બનાવ્યા હતા. વેદ કૃષ્ણમૂર્તિ (7) અને તાનિયા ભાટિયા (11) પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં.