30મીથી શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા આજથી ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી પ્રેક્ટિસ મેચમાંથી પ્રથમ પ્રેક્ટિસ મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 3 વિક્ટે પરાસ્ત કરીને વર્લ્ડ કપમાં પોતાની ટીમને ઓછી ન આંકવાની ચેતવણી જાણે કે આપી દીધી છે.
અફઘાનિસ્તાને મહંમદ નબી, રાશિદ ખાન અને દવાલત ઝરદાનની અંકુશયુક્ત બોલિંગની મદદથી પાકિસ્તાનને બાબર આઝમની સદી છતાં 263 રને ઓલઆઉટ કરી દીધું હતું, બાબર સિવાય શોઍબ મલિકે 44 રનની ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાને 263 રનના લક્ષ્યાંકને ૪૯.૪ ઓવરમાં 7 વિકેટે વટાવી લઇને 3 વિકેટે વિજય મેળવ્યો હતો
હસમતુલ્લાહની નોટઆઉટ 74 રનની અને હઝરતુલ્લાહની 49 રનની ઇનિંગ
263 રનના લક્ષ્યાંક સામે મહંમદ શહઝાદ અને હઝરતુલ્લાહ ઝેઝઇઍ જોરદાર શરૂઆત કરીને પ્રથમ 6 ઓવરમાં બોર્ડ પર 50થી વધુ રન મુકી દીધા હતા. જો કે આવા સમયે શહઝાદને પગના સ્નાયુ ખેંચાઇ ગયા હતા અને તે 25 બોલમાં 23 રન કરીને રિટાયર્ડ હર્ટ થયો હતો. તે પછી હઝરતુલ્લાહ અને રહમત શાહે મળીને સ્કોરને 80 સુધી લઇ આવ્યા ત્યારે હઝરતુલ્લાહ 28 બોલમાં 49 રન કરીને આઉટ થયો હતો. અહીંથી હસમતુલ્લાહ શાહિદી રમતમાં જાડાયો, તે પછી રહમત શાહ 32 રન કરીને આઉટ થયો હતો. સ્કોર 178 પર પહોંચ્યો ત્યાં સુધીમાં સમીઉલ્લાહ, અસગર અફઘાન પણ પેવેલિયન ભેગા થઇ ગયા હતા. તે પછી હસમતુલ્લાહ અને મહંમદ નબીઍ મળીને 66 રનની ભાગીદારી કરી હતી. નબી 34 રન કરીને આઉટ થયો હતો અને અંતે હસમતુલ્લાહ શાહિદીઍ 74 રને નોટઆઉટ રહીને ટીમને જીતાડી હતી.
વર્લ્ડ કપની બીજી વોર્મ અપ મેચમાં દક્ષિણ આફ્રિકાઍ શ્રીલંકાને 87 રને હરાવ્યું
આજે કાર્ડિફ ખાતે રમાયેલી વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં દક્ષિણ આફ્રિકાઍ શ્રીલંકાને 87 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાઍ પ્રથમ દાવ લઇને 7 વિકેટે 338 રન કર્યા હતા. તેની સામે શ્રીલંકાની ટીમ 251 રનમાં ઓલઆઉટ થઇ હતી.
દક્ષિણ આફ્રિકાઍ ફાફ ડુ પ્લેસિસના 88, હાશિમ અમલાના 65 અને વાન ડેર દુસાનના 40 રનની મદદથી 338 રનનો સ્કોર બનાવ્યો હતો. ૩૩૯ રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાઍ 10 રનમાં બે વિકેટ ગુમાવી હતી. તે પછી કુશલ મેન્ડિસ અને કરુણારત્નેઍ 62 રનની ભાગીદારી કરી હતી. શ્રીલંકા માટે કરુણારત્ને અને ઍન્જેલો મેથ્યુઝે અર્ધ સદી ફટકારી હતી પણ તેમને અન્ય બેટ્સમેનોનો જાઇઍ તેવો સહકાર મળ્યો નહોતો. કરુણારત્ને 87 રન કરીને જ્યારે મેથ્યુઝ 64 રન કરીને આઉટ થયો હતો. મેથ્યુઝ આઉટ થયો તે પછી શ્રીલંકાની આશાનો અંત આવી ગયો હતો અને અંતે તેઓ 87 રને હારી ગયા હતા.