નવી દિલ્હી : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ પાકિસ્તાની ક્રિકેટરો ઉપર આકરા પ્રહાર કર્યા છે જેમણે કહ્યું હતું કે, ગત વર્ષે વર્લ્ડ કપ લીગ મેચમાં ટીમ ઈન્ડિયા ઇરાદાપૂર્વક ઇંગ્લેન્ડ સામે હારી ગઈ હતી જેથી પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. આકાશ ચોપડાએ તેમના નિવેદનો માટે પાકિસ્તાની ક્રિકેટર પર જોરદાર નિશાન સાધ્યું છે, અને શરમ કરવાની સલાહ આપી છે.
આકાશ ચોપડાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘મારો મતલબ છે કે, તેના વિશે વિચારો, થોડી શરમ કરો. વકાર યુનિસ, તે સમયે તે આઈસીસીના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં પણ કહ્યું હતું કે, ભારતીય ટીમ એક હેતુ હેઠળ મેચ હારી ગઈ છે. આકાશે વધુમાં કહ્યું, ‘હું સમજી શકું છું કે શું વિરાટ કોહલી અને રોહિત શર્માની ભાગીદારી સ્ટોક્સ સમજી શકતા નથી, અથવા મહેન્દ્ર સિંહ ધોનીએ અંતે ખૂબ માર્યો ન હતો, પરંતુ તેમણે (બેન સ્ટોક્સ) ક્યારેય એવું કહ્યું ન હતું કે ભારતે ઇરાદાપૂર્વક મેચ હારી હતી. જુઓ આ વિડીયો…