Headingley Test 2025: ગિલના નેતૃત્વ હેઠળ નવું યુગ, ઇંગ્લેન્ડના મજબૂત રેકોર્ડ સામે ભારતની કસોટી
Headingley Test 2025: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હેડિંગ્લી, લીડ્સ ખાતે 22 જૂનથી શરૂ થનારી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ની શરૂઆત થશે. આ શ્રેણી પ્રથમવાર ‘તેન્ડુલકર-એન્ડરસન ટ્રોફી’ નામે ઓળખાશે, અને નવી કેપ્ટનશીપ સાથે ભારત માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
શુભમન ગિલ ભારતની નવી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને તેનો હેતુ ઇંગ્લેન્ડમાં 18 વર્ષ પછી ટેસ્ટ શ્રેણી જીતવાનો છે. ભારતે છેલ્લે 2007માં ઇંગ્લેન્ડમાં શ્રેણી જીતી હતી.
હેડિંગ્લીમાં ભારતનો રેકોર્ડ
હેડિંગ્લી ખાતે ભારતે અત્યાર સુધી 7 ટેસ્ટ રમી છે જેમાંથી ફક્ત 2 જીતવામાં સફળ રહ્યો છે, જ્યારે 4 મેચમાં હાર અને 1 ડ્રો રહી છે. બીજી તરફ, ઇંગ્લેન્ડે 2018 પછી અહીં એક પણ ટેસ્ટ ન હાર્યો છે. છેલ્લી વખત ભારત 2021માં અહીં 76 રને હાર્યું હતું.
ભારતની મજબૂતી અને નબળાઈ
ભારતના બેટિંગ ક્રમમાં હવે અનુભવી ખેલાડીઓ નહિ હોવાને કારણે નવો ચહેરો હોય તો પણ આત્મવિશ્વાસ છે. યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, પંત અને ગિલ પર મોટી ઇનિંગ્સની જવાબદારી રહેશે. બુમરાહ અને સિરાજ જેવી પેસ બોલિંગ જોડી ભારતની બોલિંગને મજબૂત બનાવે છે.
શુભમન ગિલે પણ સ્વીકાર્યું છે કે બંને ટીમોની બેટિંગ અને બોલિંગમાં અનુભવની થોડીક ઊણપ છે, જેના કારણે મેચ વધુ રોમાંચક બની શકે છે. કરુણ નાયર અને સાઈ સુદર્શન જેવા વિકલ્પો પણ ટીમને ગતિ આપી શકે છે.
ઇંગ્લેન્ડની નબળાઈ – બોલિંગ
ઈંગ્લેન્ડનું બોલિંગ યુનિટ બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સ પછી ખૂબ ઘાતક લાગતું નથી. ભારત માટે આ મોટો ફાયદો બની શકે છે. જો રૂટ અને પોપ જેવી મજબૂત બેટિંગ લાઈનમાં તેમ છતાં દબાણ લાવવા માટે બુમરાહને આગળ વધવું પડશે.
હેડ ટુ હેડ રેકોર્ડ
કુલ ટેસ્ટ: 136
ઇંગ્લેન્ડ જીત્યું: 51
ભારત જીત્યું: 35
ડ્રો: 50
ઇંગ્લેન્ડમાં ભારતના ટેસ્ટ: 69
જીત: 9
હાર: 36
ડ્રો: 22