નેપાળ : રેસ્ટ ઓફ વેલીયન્ટ ટીમના ગુજરાતના વિપુલ નારીગરા અને ગાઝિયાબાદ ના અતુલ ત્યાગીએ નેપાળમાં 10 મી વિકેટ માટે 82 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. રેસ્ટ ઓફ વેલીયન્ટ અને નેપાળની પોખરા ઇલેવન ક્લબ વચ્ચે 3 મેચોની સિરીઝ ચાલી રહી હતી. જેની છેલ્લી ટી20 મેચમાં રેસ્ટ ઓફ વેલીયન્ટ દ્વારા ટૉસ જીતીને પેહલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પોખરા ઇલેવનને 20 ઓવરમાં 4 વિકેટે 166 રન બનવ્યા હતા. જ્યારે 167 રનનો પીછો કરતા રેસ્ટ ઓફ વેલીયન્ટના ઓપનિંગ અતુલ ત્યાગી સીવાય બધા બેટ્સમેન ફ્લોપ જતા 44 રન પર 9 વિકેટ ફટાફટ પડી ગયી હતી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ટી20 આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં 10 વિકેટ માટે સૌથી વધુ 31 રનની ભાગીદારી નોંધાઇ છે. જ્યારે ટી20 ક્લબ ક્રિકેટમાં સૌથી વધુ 63 રનની ભાગીદારી નોંધાવી છે. આમ હવે 10 મી વિકેટ માટે હવે ક્લબ ક્રિકેટમાં સૌથી વધુ 82 રનની ભાગીદારી રેસ્ટ ઓફ વેલિયન્ટ અને નેપાળની ટી20 ક્રિકેટ વચ્ચેની મેચમાં નોંધાઇ છે. ત્યારે ઓપનિંગ બેટ્સમેન અતુલ ત્યાગી પીચ પર રહ્યા હતા અને તેમનો સાથ આપવા માટે ગુજરાતના વિપુલ નારીગરા મેદાન માં ઉતર્યો હતો 10 વિકેટ પર બેટિંગ કરવા આવેલા વિપુલ નારીગરા એ તોફાની બેટિંગ કરતા 16 બોલમાં 5 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનવ્યા હતા. જ્યારે ઓપનિંગ બેટ્સમેન અતુલ ત્યાગીએ પણ 18 બોલમાં 36 બનાવ્યા હતા. રેકોર્ડ પાર્ટનરશીપમાં 4 બાયના રન અને 2 વાઈડ બોલના રન અને અતુલ ત્યાગીના 18 બોલમાં 36 સાથે 35 બોલમાં 82 રનની પાર્ટનરશીપ કરી હતી કે જે ટી20 ક્લબ ક્રિકેટ ના ઇતિહાસ માં 10 વિકેટ માટે વિશ્વ વિક્રમજનક પાર્ટનરશીપ થઈ હતી.જ્યારે રેસ્ટ ઓફ વેલીયન્ટ નો સ્કોર 44 પર 9 વિકેટ હતી .ત્યારે વિપુલ નારીગરા અને અતુલ ત્યાગી એ 35 બોલ માં 82 બનાવી ને પોતાની ટીમને એક સન્માન જનક સ્કોર 126 સુધી પહોંચાડી દીધો હતી પણ રેસ્ટ ઓફ વેલીયન્ટ 40 રન થી પોખરા ઇલેવન સામે હારી ગયું હતું.અને ટિમ 126 રન માં ઓલઆઉટ થઈ ગયું હતું.