વેસ્ટઇન્ડિઝના માજી દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાને આજે છાતીમાં થોડો દુખાવો અને બેચેની જેવું લાગતા અહીના પરેલ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા ૫૦ વર્ષિય માજી ક્રિકેટરની સ્થિતિ અંગે કોઇ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી પણ લારાના નજીકના સૂત્રો જણાવે છે કે તે સારો છે અને ટૂંકમાં જ તેને હોસ્પિટલમાંથી રજા અપાશે.
UPDATE: Message from @BrianLara
“I am fine. I am recovering and I will be back in my hotel room tomorrow”
?AUDIO ON ?. Click below to hear Brian’s full message ⬇️⬇️⬇️:https://t.co/mWQVBkbJtj pic.twitter.com/cogFzpEjxR— Windies Cricket (@windiescricket) 25 June 2019
બ્રાયન લારાના હજારો ચાહકોને તેની તબિયત અંગે જાગેલી ચિંતાઓને તેણે જાતે જ હળવી કરી હતી. લારાઍ જાતે જ ઍવું નિવેદન આપ્યું હતું કે હું સાજા છું અને આવતીકાલે હું હોટલના મારા રૂમમાં હોઇશ. લારાને આજે છાતીમાં દુખાવો થતાં પરેલની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેણે ક્હ્યું હતું કે મને ખબર છે કે જે કંઇ બન્યું તેનાથી બધાને ચિંતા થઇ છે. સવારે હું જીમમા હતો ત્યારે છાતીમાં દુખાવો થયો અને હું હોસ્પિટલમાં ડોક્ટરને બતાવવા આવી ગયો. દુખાવો સતત રહેતા કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા, લારાઍ આવું ઍક ઓડિયો મેસેજમાં કહ્યું હતું જે વેસ્ટઇન્ડિઝ બોર્ડે પોસ્ટ કર્યો હતો.
આ પહેલા સૂત્રોઍ માહિતી આપી હતી કે લારાઍ બે વર્ષ પહેલા ઍન્જિયોપ્લાસ્ટિ કરાવી હતી તેથી આવો દુખાવો થવો સામાન્ય છે અને આજે તેનું રુટીન ચેકઅપ જ કરાયું છે. તેને સ્થિતિ સારી છે અને ટૂંકમાં જ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. હોસ્પિટલના સત્તાધીશોઍ જા કે હજુ સુધી ઍક પણ શબ્દ આ બાબતે કહ્યો નથી, હોસ્પિટલના સુપરીન્ટેન્ડન્ટ ડો. જિજ્ઞા શ્રોત્રીયાનું કહેવું છે કે અમારા પેશન્ટની પ્રાઇવસી જાળવી રાખવી અમારી પોલિસી છે, જ્યાં સુધી પેશન્ટ અમને નહીં કહે ત્યાં સુધી અમે ઍ અંગે કંઇ કહી શકીઍ નહીં.