નવી દિલ્હી : અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનની માતાનું 19 જૂન, ગુરુવારે અવસાન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા રાશિદે ટ્વીટ કરીને તેની માતાના મૃત્યુ અંગેની માહિતી શેર કરી હતી. રાશિદ ખાન અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના એક મોટા સ્ટાર છે. તેણે પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલ બંનેમાં છાપ બનાવી છે.
અગાઉ, જ્યારે તેની માતાની સારવાર ચાલી રહી હતી, ત્યારે તેણે સોશિયલ મીડિયા પર ચાહકોને પ્રાર્થના કરવા કહ્યું હતું. ટ્વિટર પર તેની માતાના નિધન અંગેની માહિતી શેર કરતાં રાશિદે લખ્યું, ‘તમે મારુ ઘર હતા માં, મારી પાસે ઘર નહોતું, પણ તમે હતા. હું વિશ્વાસ કરી શકતો નથી કે તમે મારી સાથે નથી, હું હંમેશા તમને યાદ કરીશ. Rest In Peace #MOTHER
https://twitter.com/rashidkhan_19/status/1273631311337529344