ICC Champions Trophy 2025:શું ક્યારેય ભારત-પાકિસ્તાનની મેચ નહીં થાય? PCBએ ICCને પોતાનો નિર્ણય આપ્યો
ICC Champions Trophy 2025:ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને એક આશ્ચર્યજનક અપડેટ સામે આવી છે. પીસીબી હવે ભારત તરફથી ક્યારેય નહીં રમવાની તૈયારી કરી રહ્યું છે. અહીં જાણો શું છે લેટેસ્ટ અપડેટ.
ICC Champions Trophy 2025:2025ની ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને મામલો વધુ ને વધુ ખરાબ થઈ રહ્યો છે. બીસીસીઆઇએ આઇસીસીને જણાવ્યું છે કે, ટીમ ઇન્ડિયા કોઇ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય. આમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજવા પર અડગ છે. જોકે બીસીસીઆઇએ હાઈબ્રિડ મોડલની ઓફર કરી છે, પણ પાકિસ્તાન તેની સાથે સહમત થયું નથી.
ICC Champions Trophy 2025: પાકિસ્તાનના એક પ્રતિષ્ઠિત અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર પીસીબી આઇસીસીને સ્પષ્ટપણે જણાવશે કે, ભારત અને પાકિસ્તાનને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી સહિત ભવિષ્યમાં આઇસીસીની કોઈ પણ ટુર્નામેન્ટ માટે એક જ ગુ્રપમાં ન મૂકવા જોઈએ. જ્યાં સુધી ભારત પાકિસ્તાન પ્રવાસ માટે સંમત ન થાય ત્યાં સુધી પાકિસ્તાન ભારત સામે રમવા માગતું નથી.
અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે પીસીબીએ આઈસીસીને એક પત્ર લખ્યો છે, જેમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં રમે કે ન રમે, પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છોડશે નહીં. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈએ પોતાની ટીમને સરહદ પાર મોકલવાનું કોઈ કારણ આપ્યું નથી. કારણ જાણ્યા બાદ જ પીસીબી આ સમસ્યાનો ઉકેલ લાવવા પર વિચાર કરશે.
પાકિસ્તાનથી હોસ્ટિંગ ગુમાવવાના પણ સમાચાર હતા
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો પીસીબી હાઇબ્રિડ મોડલની ઓફરને નકારશે તો પાકિસ્તાન 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની ગુમાવશે. આવી સ્થિતિમાં, આખી ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં યોજાશે. બીજી તરફ પીસીબી હાઇબ્રિડ મોડલને સ્વીકારે છે તો ટીમ ઇન્ડિયા દુબઇમાં પોતાની મેચ રમશે.
19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થવાની છે. સાથે જ તેની ફાઇનલ મેચ 9 માર્ચે રમાવાની છે. ટુર્નામેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ પીસીબીએ ડ્રાફ્ટ શેડ્યૂલ આઇસીસીને મોકલી આપ્યું છે.