ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ઍ ઇંગ્લેન્ડના માઇકલ ગફ અને વેસ્ટઇન્ડિઝના જાઍલ વિલ્સનને વાર્ષિક સમિક્ષા તેમજ પસંદગી પ્રક્રિયા પછી મંગળવારે 2019-20ની સિઝન માટે આઇસીસી ઍલિટ અમ્પાયર્સ પેનલમાં સમાવી લીધા હતા. ગફ અને વિલ્સન આઇસીસીની ઇન્ટરનેશનલ પેનલના અમ્પાયર હતા.
આઇસીસીના ક્રિકેટ મેનેજર જ્યોફ ઍલાર્ડિસ, માજી ખેલાડી અને કોમેન્ટેટર સંજય માંજરેકર, મેચ રેફરી રંજન મદુગલે અને ડેવિડ બૂનની પસંદગી સમિતિઍ બંનેને ઍલિટ પેનલ માટે પસંદ કર્યા હતા. આ બંને અમ્પાયરોને ઇન્ટરનેશનલ લેવલે અમ્પાયરિંગનો સારો અનુભવ છે. અમ્પાયર્સની ઍલિટ પેનલમાં આ બંને ભારતના રવિ સુંદરમ અને ઇયાન ગોલ્ડનું સ્થાન લેશે. આ પેનલમાં ભારતના જે ઍકમાત્ર અમ્પાયર હતા તે રવિ સુંદરમની હવે વિદાય થઇ છે.