ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી વર્લ્ડ કપની મેચના ત્રણ દિવસ પહેલા ભારતીય ટીમે આઇસીસી વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પહેલા સ્થાનેથી હડસેલીને ટોચનું સ્થાન મેળવી લીધું છે. આઇસીસી દ્વારા જારી નવા રેન્કિંગ અનુસાર ભારતીય ટીમ 123 પોઇન્ટ સાથે રેન્કિંગમાં પહેલા સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે ઇંગ્લેન્ડ તેનાથી ઍક પોઇન્ટ ઓછા 122 પોઇન્ટ સાથે બીજા તો ન્યુઝીલેન્ડ 114પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા છે.
હાલના વર્લ્ડ કપમાં સૌથી પહેલા સેમી ફાઇનલમાં પહોંચી ગયેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 112 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. ભારતીય ટીમ જો વેસ્ટઇન્ડિઝ સામેની મેચ હારી ગઇ હોતતો તે ફરી નીચે સરકીને બીજા સ્થાને આવી જાત અને ઇંગ્લેન્ડ પહેલા સ્થાને આવી ગયુ હોત. જો કે એવું થયું નથી અને ટીમ ઇન્ડિયા પહેલા સ્થાને યથાવાત રહી છે. ભારત અને ઇંગ્લેન્ડનો સામનો 30 જૂને બર્મિંઘમમાં થવાનો છે.
જો ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામેની મેચ જીત્યા પછી ઇંગ્લેન્ડ સામેની મેચ પણ જીતી જશે તો તેના 124 પોઇન્ટ થશે જ્યારે ઇંગ્લેન્ડના પોઇન્ટ ઘટીને 121 થઇ જશે. જો ઇંગ્લેન્ડ જીતશે તો તેના પોઇન્ટ 123 થઇને તે પહેલા ક્રમે જ્યારે ભારત તેનાથી ઍક ઓછા પોઇન્ટ સાથે બીજા ક્રમે આવી જશે. જો ભારત વિન્ડીઝ સામે હારીને ઇંગ્લેન્ડને હરાવશે તો સ્થિતિ જૈસે થે રહેશે.
આઇસીસી વન ડે ટીમ રેન્કિંગ ટોપ ટેન
ક્રમ દેશ રેટિંગ
1 ભારત 123
2 ઇંગ્લેન્ડ 122
3 ન્યુઝીલેન્ડ 114
4 ઓસ્ટ્રેલિયા 112
5 દ.આફ્રિકા 109
6 પાકિસ્તાન 96
7 બાંગ્લાદેશ 92
8 શ્રીલંકા 78
9 વેસ્ટઇન્ડિઝ 78
10 અફઘાનિસ્તાન 60