ICC Ranking Team India: સૌથી ખરાબ છે ટીમ ઇન્ડિયા, આ ખાસ લિસ્ટમાં એકપણ ભારતીય નથી
ICC Ranking Team India: એક લિસ્ટ એવું પણ છે જ્યાં ભારતીય ખેલાડીઓ દૂર-દૂર સુધી જોવા મળતા નથી. હાલ ટીમ ઈન્ડિયા વન ડે અને ટી-20માં વિશ્વની નંબર-1 ટીમ છે.
ICC Ranking Team India: ભારતીય ક્રિકેટ ટીમ હાલ વન-ડે અને ટી-20 ફોર્મેટમાં વિશ્વની નંબર-1 ટીમ છે, જ્યારે ટીમ ઇન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં બીજા ક્રમે છે. આમાં એક એવું ફોર્મેટ પણ છે જેમાં ટીમ ઈન્ડિયા વ્યક્તિગત ખેલાડીઓના રેન્કિંગમાં પાછળ રહી ગઈ હોવાનું સાબિત થઈ રહ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ વન ડે ક્રિકેટમાં ઓલરાઉન્ડર ખેલાડીઓના રેન્કિંગની, જેમાં ટોપ-10ની યાદીમાં ભારતનો એક પણ ખેલાડી નથી.
ICC Ranking Team India: વ્હાઇટ-બોલ ક્રિકેટની વાત કરીએ તો ભારત પાસે હાલમાં રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા જેવા વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર ખેલાડીઓ છે. રવિન્દ્ર જાડેજા હાલમાં વન ડે ક્રિકેટમાં ભારતનો ટોચનો ઓલરાઉન્ડર ખેલાડી છે, જે 13માં ક્રમે છે. બીજી કમનસીબી એ છે કે ટોપ-20 ઓલરાઉન્ડર્સની યાદીમાં જાડેજા સિવાય ભારતનો અન્ય કોઈ ખેલાડી નથી. આ યાદીમાં હાર્દિક પંડ્યા 22મા ક્રમે છે. 50થી વધુ વન ડેમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો અક્ષર પટેલ આ યાદીમાં દૂર-દૂર સુધી દેખાતો નથી. ટોપ-50માં પણ તે હાજર નથી. આ યાદીમાં ટોચ પર અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી છે, જેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે.
શા માટે ભારતીય ખેલાડીઓની હાલત ખરાબ છે?
વન ડે ફોર્મેટમાં ભારતના ઓલરાઉન્ડર ખેલાડીઓના રેન્કિંગ ખરાબ રહેવાનું એક મુખ્ય કારણ એ પણ છે કે, 2024માં ટીમ ઈન્ડિયા માત્ર 3 વન ડે જ રમી શકી છે. આ ત્રણેય વન ડે ઓગસ્ટમાં રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમને શ્રીલંકા સામે શ્રેણીમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. વન ડે ક્રિકેટમાં બેટ્સમેનોના રેન્કિંગ પર નજર કરવામાં આવે તો ટોપ-10માં ભારતના ત્રણ બેટ્સમેનો છે. રોહિત શર્મા (બીજા), શુભમન ગિલ (ત્રીજા) અને વિરાટ કોહલી (ચોથા) ત્રીજા સ્થાને છે. વન ડે ફોર્મેટમાં વિશ્વની નંબર-1 ટીમ એટલે કે ભારતના ત્રણ બોલરો પણ હાલ ટોપ-10માં સ્થાન ધરાવે છે. કુલદીપ યાદવ (ત્રીજા), જસપ્રિત બુમરાહ (આઠમા) અને મોહમ્મદ સિરાજ દસમા સ્થાને છે.