નવી દિલ્હી : પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે કહ્યું હતું કે. આઈસીસીએ બીજી ટીમને ભારતની મુલાકાત લેતા અટકાવવી જોઇએ, કારણ કે તે અસુરક્ષિત દેશ છે. મિયાંદાદે પીસીબીના વડા એહસાન મણિના નિવેદનને સમર્થન આપ્યું હતું, જેમાં મણિએ કહ્યું હતું કે નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના વિરોધ વચ્ચે અન્ય ટીમોએ ભારતની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ.
મિયાંદાદે શું કહ્યું?
પાકપ્રેસ ડોટ કોમે મિયાંદાદને ટાંકીને કહ્યું છે કે ‘પાકિસ્તાન નહીં, પરંતુ ભારત અસુરક્ષિત દેશ છે. પ્રવાસીઓ અહીં અસુરક્ષિત છે. માણસો તરીકે આપણે તેની સામે ઉભા રહેવું જોઈએ અને તેનો વિરોધ કરવો જોઈએ. ભારતમાં શું થઈ રહ્યું છે તે આખી દુનિયા જોઈ રહી છે. હું પાકિસ્તાન વતી વાત કરું છું અને મારું માનવું છે કે ભારત સાથે તમામ પ્રકારના ખેલ સંબંધો સમાપ્ત થવા જોઈએ. તમામ દેશોએ ભારત સામે કડક પગલા ભરવા જોઈએ. આ અગાઉ મણિએ કહ્યું હતું કે, ભારતમાં જોખમ છે, જ્યારે પાકિસ્તાન સુરક્ષિત છે તેવું સાબિત થઈ ગયું છે.